જય શ્રી કૃષ્ણ: જન્માષ્ટમી તીથી ,પૂજા ,શુભ મુહૂર્ત

0

જન્માષ્ટમી તિથી : બીજી સપ્ટેમ્બરે શુભ મુહૂર્ત 23:57 થી 00:43

શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. તેમના બાળપણમાં બહુ બધી લીલાઓ જોવા મળી હતી.

મહાભારતના સમયમાં તેમને ગીતાના ઉપદેશ થી કર્તવ્યનિષ્ઠા નો પાઠ શીખવ્યો

શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ હિંદુ ધર્મ શાસ્ત્ર માં ખૂબ જ મહત્વ છે.ભગવાન શ્રી કૃષ્ણમાં તેમનો આરાધ્ય માનનારા અને આસ્થા રાખવાવાળા લોકો તેમનો જન્મ દિવસ જન્માષ્ટમીના રૂપમાં ઊજવે છે. આ દિવસે લોકો વ્રત પણ રાખે છે અને પૂજા અર્ચના પણ કરે છે.

શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારે થયો ..??

જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો તેમાંય તો શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની રાત્રે અષ્ટમી તિથી અને રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રે થયો હતો. આ સંયોગને ખૂબ જ ઉત્તમ અને શુભ સંયોગ માનવામાં આવે છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ ,તિથિ અને શુભ મુહૂર્ત

વર્ષ 2018 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર 2 સપ્ટેમ્બર દિવસે મનાવવામાં આવે છે.

શુભ મુહૂર્ત :-

જન્માષ્ટમી પૂજા નુ શુભ મુહૂર્ત 23:57 થી 00:43 મિનિટ સુધી પૂરી થશે. અષ્ટમી તિથી સમાપ્ત 3જી સપ્ટેમ્બર સોમવારના દિવસે 19:19 મિનિટ પર.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત પૂજા વિધિ:-

શાસ્ત્રોમાં જન્માષ્ટમીનો પર્વ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણજી ના બધા જ ભક્તો પૂરી શ્રદ્ધા અને વિધિવિધાનથી એ વ્રત રાખે છે અને તેમની આરાધના કરે છે જન્માષ્ટમીના દિવસે ભક્તો સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરે છે અને ઉપવાસની શરૂઆત કરે છે અને અષ્ટમીના દિવસે વ્રત સમાપ્ત કરે છે.જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પૂજામાં દૂધ પાણી અને ઘીનો અભિષેક કરવો શુભ માનવામાં આવે છે.

જો સંભવ હોય તો પારણામાં અથવા જુલા પર ભગવાન શ્રી કૃષ્ણના બાલગોપાલ પ્રતિમા મૂકવી જોઈએ.તેના પછી વખતે પરથી ફૂલ ધૂપ અક્ષત નાળિયેર સોપારી ફળતી ભગવાનની પૂજા કરવી જોઈએ .

પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ થયો હતો તેથી મધ્યરાત્રિએ તેમની પૂજા કરવી જોઈએ.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ભોગ:-

માન્યતા છે કે શ્રીકૃષ્ણ ભગવાનને માખણ ખૂબ જ પ્રિય છે તેથી તેમની પૂજામાં માખણ-મિશ્રિનો ભોગ લગાવવો જોઈએ તેમજ પૂજાના સમયે તુલસીપત્ર અવશ્ય રાખવું કારણ કે તે શુભ માનવામાં આવે છે.

જન્માષ્ટમી વ્રત નું મહત્વ:-

આ વ્રત રાખવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. જે લોકો આ વ્રત શ્રદ્ધા થી રાખે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે આ દિવસે મટકી ફોડવાનુ પણ ખૂબ જ મહત્વ છે

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here