ઈલાજની આ કેવી તરકીબ? ડીલીવરી પહેલા ગર્ભવતી મહિલાઓને નચાવે છે આ ડોક્ટર….અહેવાલ વાંચો

0

ગર્ભવતી મહિલાને ડોકટર સંગ નાચતા જોઇને તમને જરૂર હેરાની લાગશે.  આવા સમયમાં કોઈ મહિલા કેવી રીતે નાચી શકે, તમારા મનમાં આવો જ સવાલ પૈદા થશે. તે પણ હોસ્પીટલના વોર્ડમાં જ્યાં શોરશરાબા કરવા માટેની સખ્ત મનાઈ હોય.

જણાવી દઈએ કે તમામ વિડીયો ઈન્ટરનેટ પર ખુબ તેજીમાં વાઈરલ થઇ રહ્યો છે. એક મીડિયા રીપોર્ટના આધારે બ્રાઝીલમાં રહેનારા ડોકટર ‘ફર્નાડો ગ્દેસ દા કુન્હા’ નો દાવો છે કે પ્રેગનેન્સીના દૌરાન ડાંસ મહિલાઓના દર્દને કમ કરી શકે છે.તેઓનું કહેવું છે કે આવું કરવાથી મહિલાઓની ડીલીવરી આસાનીથી થઇ શકે છે. તેની વાત ભલે તમને અજીબ લાગી રહી હોય પણ આ ડોક્ટરનું કઈક એવું જ વિચારવું છે. માટે તે નિયમિત રૂપથી પોતાના આવા પેશન્ટને રૂટીન એકસરસાઈજની જેમ ડાંસ કરાવે છે.

મજેદાર વાત એ છે કે ડોક્ટર ખુદ આ દૌરાન ગર્ભવતી મહિલાઓને ડાંસ સ્ટેપ્સ બતાવે છે, જેને મહિલા બાદમાં ફોલો કરે છે. તેની આ હરકત પર લોકોએ તેને ‘ડાન્સિંગ ડોક્ટર’ નું નામ આપી દીધું છે. યુ-ટ્યુબ પર તેના આ તાજા વિડીયોને લાખો લોકો દેખી ચુક્યા છે.લેખન સંકલન:  કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!