હવે માથાના દુખાવા માટે તમે Saridon નહિ લઇ શકો, વાંચો બીજી કઈ કઈ દવાઓ પર લાગ્યો પ્રતિબંધ

0

ટીવી પર તમે વારંવાર એક એડ જોતા હશો “સિર્ફ એક સેરીડોન ઓર સર દર્દ સે આરામ… ના રહે પીડા ના રહે દર્દ, સિર્ફ એક સેરીડોન”

હવે તમને આ એડ ટીવીમાં જોવા નહિ મળે કારણકે સરકારે સૈરીડોન સાથે બીજી ૩૨૮ દવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. હેલ્થ મીનીસ્ટ્રીએ ૩૨૮ દવાઓનું મેન્યુફેક્ચરિંગ, સેલ્સ અને ડિસ્ટ્રબ્યુશન અટકાવી દીધું છે. તો અત્યારે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મીનીસ્ટ્રી અને આ દવાઓ બનાવવા વળી કંપની વચ્ચે ૨૦૧૬ થી લીગલ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દવાઓના લીસ્ટમાં વધારે પડતી એ જ દવાઓ છે જે તમને તમારી નજીકના કોઈપણ દવાના સ્ટોલ પર મળી જશે. પણ આ બધી દવાઓ તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

સરકારના આ નિર્ણય થી લગભગ ૬૦૦૦ બ્રાંડ પર અસર થશે, જેમાં પેઈન કીલર સૈરીડોન, સ્કીન ક્રીમ Panderm, ડાયાબિટીસની Gluconorm PG જેવી બીજી ઘણી દવાઓ આ લીસ્ટમાં સામેલ છે.

આ દવાઓ પર લાગ્યો છે પ્રતિબંધ.

૨૦૧૭માં ૧૫ ડીસેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે “ડ્રગ ટેકનીકલ એડવાઇઝરી બોર્ડ” એટલે કે DTABને આ દવાઓ વિષે તપાસ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ DTAB એ કોર્ટને ૩૨૮ દવાઓનું લીસ્ટ આપ્યું જે વ્યક્તિઓ માટે સેફ નથી. હેલ્થ મીનીસ્ટ્રીએ આ દવાઓને બેન કરવામાં આવી હતી.

આ દવાઓ પર હજી સુધી નથી લાગ્યો કોઈ પ્રતિબંધ.

બાકીની વધેલી દવાઓ વિષે કોર્ટે જણાવ્યું છે કે તેમની પર ફરી એકવાર તપાસ થશે અને જો એ દવાઓ ફરીથી અનસેફ સાબિત થશે તો તેને પણ બંધ કરવામાં આવશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here