ઘરમાં વપરાતા અજમાના આટલા બધા ફાયદા તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય…8 ફાયદા વાંચો

0

સામાન્ય રૂપે દરેકના ઘરમાં મસાલા રૂપે અજમો વાપરતા હોય છે. પરંતુ તમે નથી જાણતા કે અજમાના આટલા બધા ફાયદા છે. અજમો સૌ પ્રકાર અન્ન સરળતાથી પચવામાં મદદ રૂપ થાય છે . અજમો આશરે એકથી બે ફૂટ ઊંચા છોડ માં થાય છે એનો ઔષધમાં ઉપયોગ થાય છે.

અજમો સહેજ સ્વાદમાં તીખો કડવો રુચિ ઉત્પન્ન કરનાર ,ફેફસાની સંકોચ-વિકાસ ક્રિયાનું નિયમન કરનાર, ઉત્તમ ઉત્તેજક આપના શરીરના કોઈ પણ ભાગમાં થતા સડાને અટકાવનાર, દુર્ગંધનાશક ચાંદા મટાડનાર, કફ વાયુના રોગો મટાડનાર ,ગર્ભાશયને ઉત્તેજિત કરનાર કૃમિનાશક છે. એ જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર ,આહાર પચાવનાર ,પિત કરનાર માટે હિતકારક ,મૈથુન શક્તિ વધારનાર, મળને સરકાવનાર, ગેસ મટાડનાર, મસા પાઈલ્સ ,કફના રોગો ,ઉદરશૂળ ,આફરો, સ્નાયુ ખેંચાવા ,કરમિયા ,શુક્ર દોષ ના રોગો , ઉદર ના રોગો ,બરોળના રોગો અને રદય ના રોગોનો નાશ કરે છે.

અજમો મૂત્રપિંડને ઉર્જા આપનાર અને શક્તિવર્ધક છે.

  • અજમામાં 7.4% ભેજ
  • 24.6% કાર્બોહાઇડ્રેટ
  • 21.8 ટકા ક્ષારતેમજ તેમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ ,પોટેશિયમ , સોડિયમ ,નિકોટિનિક એસિડ ઉપરાંત થોડી માત્રામાં આયોડીન અને અન્ય તત્વ મળી આવે છે.

1) શીળસ મા અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે.

2) અજમાનો અડધી ચમચી ચૂર્ણ તેમાં અડધી ચપટી સંચળ પાણી સાથે રોજ સવારે અને રાતે લેવાથી ઉપરની તકલીફ દૂર થાય છે.

3) જમ્યા પછી અજમાને ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે.

4) જુની કબજિયાતને લીધે મળવાથી દુર્ગંધ હોય જુની વાછૂટ પણ દુર્ગંધ મારતી હોય. તેમજ કફ શ્વાસ કે તાપમાન દુર્ગંધ દૂર કરવા માટે અડધી ચમચી અજમો રોજ રાતે મુખવાસની જેમ ચાવીને ખાવો. તેમજ અજમામાં થોડું સંચળ નાખીને ખાવાથી પણ સારું પરિણામ મળશે.

5) અડધી ચમચી અજમો નાખી તેની ઉપર નવશેકું ગરમ પાણી પીવાથી શરદી-કફ ના રોગો અરુચિ, અપચો ,ગેસ ઉદરશૂળ વગેરે મટે છે.

6) બહુમુત્રતા ની તકલીફ હોય તો અડધી ચમચી અજમો અને એક ચમચી કાળા તલ સાથે ખૂબ ચાવીને સવાર-સાંજ ખાવાથી મટી જાય છે.

7) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખૂબ ચાવીને ખાવાથી શરીરની આંતરિક ગરમી મટે છે.

8) શ્વાસ રોગમાં અને કફ ના જૂના રોગોમાં અજમો નવશેકા પાણી સાથે લેવાથી સારો ફાયદો થાય છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here