પૂર્વ IPS અધિકારીનો ખુલાસો, જ્યારે સેનાના જવાનના એક લાફાથી રડી પડ્યો હતો મસૂદ અઝહર

0

પુલવામાં આતંકી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. દેશના લોકો પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી રહયા છે. લોકોને સરકારને માંગ છે કે પાકિસ્તાનમાં બેસેલા આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે.

સેનાના જવાને માર્યો હતો મસૂદ અઝહરને લાફો 

એક સમય હતો કે જયારે આતંકી મસૂદ અઝહર ભારતીય સેનાની પકડમાં હતો. વર્ષ 1994માં અઝહરની કાશ્મીરથી ધરપકડ કરવામાં આવી હતી અને સેનાના અધિકારીઓએ તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમ્યાન એક ઘટનાને એ સમયના પોલીસ અધિકારીએ મીડિયા સામે જણાવી છે.સિક્કિમના પૂર્વ પોલીસ મહાનિદેશક અવિનામ મોહનાનેએ જણાવ્યું છે કે જયારે મસૂદ અઝહરથી સેનાના અધિકારી પૂછપરછ કરી રહયા હતા ત્યારે સેનાના એક જવાને મસૂદ અઝહરને કસીને એક લાફો માર્યો હતો, જેનાથી તે આખો હલી ગયો હતો. લાફો પડયા બાદ અઝહર પોપટની જેમ પટપટ બોલવા લાગ્યો હતો.

આ પછી તેને પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠનોના કામકાજ વિશે વિસ્તારમાં જાણકારી આપી હતી. મોહનાનેએ જણાવ્યું કે કેદમાં અઝહરે પાકકીસ્તાનમાં આતંકીઓની ભરતીની પ્રક્રિયા અને આતંકી સમૂહોના કામકાજ વિશે જાણકારી આપી હતી. આ એ સમય હતો જયારે ગુપ્તચર સંસ્થાઓ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની તરફથી શરુ કરવામાં આવેલા યુદ્ધને સમજવાનો પ્રયાસ કરી રહી હતી.

મોહનાનેએ જણાવ્યું કે કેદમાં મસૂદ અઝહર ડરેલો-ડરેલો રહેતો હતો. તેમને જેલમાં ઘણીવાર મસૂદની મુલાકાત કરી હતી. સેનાથી એ એટલો ડરેલો રહેતો હતો કે પીટાઈ કર્યા વિના પણ ડરી જતો હતો.

કોણ છે અવિનામ મોહનાને

મોહનાને 1985 બેચના આઇપીએસ અધિકારી રાયા છે. જે સમયે મસૂદ અઝહરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેઓ કાશ્મીરમાં ફરજ પર હતા. મોહનાને સિક્કિમ પોલીસના મહાનિદેશક પણ રહી ચુક્યા છે.

જણાવી દઈએ કે 1994માં મસૂદ અઝહરને દક્ષિણ કાશ્મીરના અનંતનાગથી પકડવામાં આવ્યો હતો. તે પોર્ટુગલના પાસપોર્ટ પર બાંગ્લાદેશના રસ્તે ભારતમાં દાખલ થયો હતો. પછી કંધારમાં આતંકીઓએ ભારતીય પ્લેન હાઇજેક કરી લીધું, જેના કારણે અઝહરને છોડી મુકવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here