ફાંસી આપતા પહેલા જલ્લાદ કૈદીના કાનમાં બોલે છે આ શબ્દો, શું તમે જાણો છો? જાણો અન્ય વાતો….

આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ મારવા નથી માગતા. દરેક કોઈની ઈચ્છા હોય છે કે તેઓ ઘણા વર્ષો સુધી જીવિત રહી શકે પણ મૃત્યુ નો સમય થતા તે ગમે ત્યાંથી આવી જ જાતું હોય છે. તેને કોઈ રોકી નથી શકતું. દુનિયામાં ઘણા લોકો પોતાનું પૂરું જીવન જીવીને મરતા હોય છે તો અમુક લોકો એવા પણ છે જેઓને પોતાના કર્મોના આધાર પર ઉંમર પુરી થતા પહેલા કે મૃત્યુ આપી દેવામાં આવતું હોય છે. આ તેવા લોકો છે જેઓએ ખુબ મોટા અપરાધો કર્યા હોય છે અને તેઓને ફાંસી પર લટકાવે છે જલ્લાદ(સજા કરનાર).
કોઈને પણ ફાંસી આપવાના સમયે અમુક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. તેમાં ફાંસી નો ફંદો(ટ્રેપ,દોરડું ફાંસીનું), ફાંસી આપવાનો સમય, ફાંસીના નિયમોં, પ્રક્રિયા વગેરેનો સમાવેશ છે. ભારતમાં જયારે પણ કોઈ અપરાધીને ફાંસી આપવામાં આવે છે તો જલ્લાદ કૈદિને ફાંસી આપતા પહેલા તેના કાનમાં કઈક બોલે છે તેના પછી જ કૈદી ને ફાંસી આપવામાં આવે છે. શું તમે જાણો છો કે આખરે જલ્લાદ શું બોલે છે ફાંસી ના ફંદા પર લાગેલા કૈદીને?

આ બોલે છે જલ્લાદ કૈદી ના કાનમાં:જલ્લાદ જયારે કોઈ અપરાધી ને ફાંસી આપે છે તેના પહેલા તેને પોતાના દિલની વાત પણ કહે છે. જલ્લાદ અપરાધી ના કાનમાં કહે છે કે, ”મને માફ કરી દો, हिंदू भाइयों को राम-राम मुस्लिमों को सलाम हम क्या कर सकते हैं हम तो हैं हुक्म के गुलाम”. આટલું બોલીને જલ્લાદ અપરાધીને ફાંસી આપી દે છે.

બે જ જલ્લાદ છે પુરા દેશમાં:ભારતમાં ફાંસી આપવા માટે માત્ર બે જ જલ્લાદ છે. જો કે સરકાર તેને 3000 રૂપિયા મહિનાના આપે છે પણ આતંકીયો ને ફાંસી આપવા માટે તેઓને વધુ પૈસા મળે છે. ઇન્દિરા ગાંધીના હત્યારાને ફાંસી અપાવનારા જલ્લાદને 25000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

ભારતમાં ક્યાં બને છે આ ફંદો:

ફાંસીનો આ ભયાનક ફંદો માત્ર બિહારની બક્સર જેલમાં જ તૈયાર કરવામાં આવે છે. તેને લીધે ત્યાંના કૈદીઓ પણ આ ફંદા ને તૈયાર કરવામાં ખુબ જ એક્સપર્ટ માનવામાં આવે છે.ફાંસી ના ફંદાની મોટાઈ થી લઈને માપદંડ પણ નક્કી કરવામાં આવે છે. ફંદાનું દોરડું દોઢ ઇંચ કરતા વધુ મોટું રાખવા માટેનો નિર્દેશ છે. તેની લંબાઈ પણ નક્કી કરવામાં આવેલી હોય છે. આ ફંદાની કિંમત પણ ખુબ જ ઓછી છે. દસ વર્ષ પહેલા ફાંસી નો ફંદો 182 રૂપિયામાં જેલ પ્રશાશને ઉપલબ્ધ કરવા આવ્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!