એક દીકરા અને કડક બાપની કહાની, આ સ્ટોરી વાંચ્યા પછી તમારું હૃદય લાગણીથી ઉભરાઈ આવશે, વિચારવા પર મજબુર થઇ જશો

0

ઘરમાં અજંપાભરી શાંતિ હતી. કેશવ ખૂબ જ ચિંતામાં હતો, કેશવ બીએ કરતો હતો અને એનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું. કેશવના માતા-પિતાનો ગુસ્સો સાતમા આસમાને હતો. કેશવના માતા-પિતાનું સપનું હતું કે એમનો દીકરો કલેક્ટર બને અને આ માટે કેશવ પર સતત માનસિક દબાણ રહેતું હતું. રાત્રે કેશવના પપ્પાએ કેશવ પર ખૂબ જ ગુસ્સો કર્યો હતો.આખી રાત કેશવને ઊંઘ ન આવી અને મનમાં વિચારતો રહ્યો કે હું હવે શું કરું ! સવારના સાત વાગ્યે કેશવના પિતાએ કહ્યું, તું કંઈપણ કર પણ તારે કલેક્ટર જ બનવાનું છે. અત્યારથી જ યુપીએસસીની તૈયારીમાં લાગી જા….! કેશવ કંઈ જ ન બોલ્યો પણ એના પપ્પા બોલતાં રહ્યાં. કેશવ ખૂબ જ સારું ગાતો હતો અને એ સિંગર બનવા માંગતો હતો પણ એના ઘરના લોકોએ એનું લોહી ચૂસી લીધુ હતું. કેશવના પિતા શિક્ષક હતા અને કદાચ આ જ કારણે થોડાંક કડક હતાં. કેશવ દરરોજ સાંજે એના રૂમમાં રડતો હતો, કેશવનું દુઃખ એની એક માત્ર મિત્ર નેત્રી જ સમજતી હતી. નેત્રીએ ઘણીવાર કેશવના મમ્મી-પપ્પાને કેશવને સિંગર બનાવવા માટે પણ કહ્યું હતું, પણ હરહંમેશની જેમ કેશવના મમ્મી-પપ્પા કેશવને કલેક્ટર બનાવવા માંગતા હતાં.

કેશવના પપ્પાએ એક દિવસ કેશવને કહ્યું, તારી યુપીએસસીની તૈયારી કેવી ચાલે છે. કેશવે કહ્યું, ચાલે છે ! કેશવના પપ્પા ગુસ્સામાં આવી ગયા અને કહ્યું, મેં તને એમ પૂછ્યું કે તૈયારી કેવી ચાલે છે ? કેશવે એજ જવાબ આપતાં કહ્યું, બસ ચાલે છે ! કેશવના પપ્પાએ કેશવને લાફો માર્યો. કેશવ સુનમુન હતો. સાંજે કેશવ નેત્રીના ઘરે ગયો, નેત્રીને ખબર હતી કે કેશવ ડિપ્રેશ છે. નેત્રી બોલી, કેશવ, ચાલને આપણે કાલે મુવી જોવા જઈએ ? કેશવે કહ્યું, મારા પપ્પા નહીં માને ! નેત્રી વિચારવા લાગી અને બોલી, મારી પાસે એક આઈડિયા છે. કેશવે પૂછ્યું, શું આઈડિયા છે ? નેત્રીએ કહ્યું, તું ઘરેથી એમ કહીને આવજે કે મિત્રના ઘરે વાંચવા જઉં છું. કેશવે કહ્યું, તો હું બેગ લઈને થિયેટરમાં આવું ? નેત્રીએ કહ્યું, બેગ મારા ઘરે મૂકી દેજે. કેશવે કહ્યું, ઓકે સારું, તો આવતીકાલે કેટલા વાગ્યે મળીએ ? નેત્રીએ કહ્યું, આપણે સવારના શોમાં જ જઈએ ને ? કેશવે કહ્યું, એ તને ખબર. નેત્રીએ કહ્યું, વેઇટ ચેક કરી લઉં. નેત્રી ફોનમાં શો ચેક કરે છે અને બોલે છે, સવારે દસ વાગ્યાનો શો છે તો તું મારા ઘરે સાડા નવ વાગ્યે આવી જજે ને ! કેશવે કહ્યું, ઓકે. નેત્રીના મમ્મી-પપ્પા બ્રોડ માઇન્ડના હતા અને પોતાની દીકરીને બરાબર સમજતાં પણ હતા. કેશવ સાંજે ઘરે પહોંચ્યો અને રાત્રે વાંચવાના બહાને બુકમાં ફોન રાખીને નેત્રી સાથે ચેટિંગ કરતો હતો. કેશવ અને નેત્રી ક્લોઝ ફ્રેન્ડ હતાં અને કેશવ પોતાના મમ્મી-પપ્પાથી જે વાત ન કહી શકતો એ નેત્રીને કહી શકતો.

સવારના નવ વાગ્યા અને કેશવ તૈયાર થઈને નીકળ્યો અને કેશવના પપ્પાએ કેશવને પૂછ્યું, અત્યારે ક્યાં જાય છે ? કેશવે કહ્યું, એક મિત્રના ઘરે વાંચવા જઉં છું અને બપોરે ત્યાં જ જમીશ ! કેશવના પપ્પાએ કહ્યું, કોણ છે તારો મિત્ર ? કેશવે કહ્યું, છે એક મિત્ર જે યુપીએસસીની તૈયારી કરે છે. કેશવના પપ્પાએ કહ્યું, સારું જા અને ત્યાં જઈને તારા રાગડા ના તાણજે પણ વાંચજે. કેશવ કંઈ જ ન બોલ્યો અને ઘર માંથી બહાર નીકળી ગયો. કેશવ નેત્રીના ઘરે પહોંચ્યો અને નેત્રી સાથે સ્કૂટર પર બેસીને મુવી જોવા ગયો. કેશવ પોતાની બચતના પૈસા લઈને આવ્યો હતો પણ નેત્રીએ જીદ કરીને ટિકિટ પોતે જ લીધી. સવારનો સમય હતો એટલે થિયેટરમાં માત્ર દસ જ લોકો હતાં. ફિલ્મ શરું થઈ…. નેત્રીએ કેશવનો હાથ પકડ્યો અને કેશવના ગાલ પર ચુંબન કર્યું. કેશવ અને નેત્રી ખૂબ જ નજીક આવી ગયા હતા અને કેશવે કહ્યું, કેટલો લવ કરે છે ? નેત્રીએ કહ્યું, સાબિત કરીને બતાવું ? કેશવે નેત્રીનો હાથ પકડ્યો અને બન્ને એકબીજાને જોવા લાગ્યા. ફિલ્મ પુરી થઈ અને ત્યારબાદ નેત્રી કેશવને એક રેસ્ટોરન્ટમાં લઈ ગઈ. કેશવ અને નેત્રી બાજુ બાજુમાં બેઠા અને નેત્રીએ પોતાના હાથથી કેશવને ખવડાવ્યું અને કેશવે પણ પોતાના હાથથી નેત્રીને પણ ખવડાવ્યું. બન્ને ઘરે આવ્યા અને કેશવ આજે ખૂબ જ ખુશ હતો અને નેત્રી કેશવને જોઈને ખુશ થતી હતી. કેશવ નેત્રીના ઘરે જ હતો અને બપોરે નેત્રીએ અને કેશવે ગેમ રમી અને બન્ને એકસાથે ખૂબ જ ખુશ હતાં.

સાંજે કેશવ ઘરે આવ્યો અને રાત્રે દરરોજની જેમ વાંચવાના બહાને નેત્રી સાથે વાત કરવા લાગી ગયો. પાંચ દિવસ બાદ કેશવની એક્ઝામ હતી અને એ માટે કેશવના પપ્પા કેશવ પર દબાણ કરતાં હતાં. કેશવ એના પપ્પાને દેખાડવા માટે જ વાંચતો હતો. કેશવને તો એક સારો સિંગર બનવું હતું પણ એની જિંદગીમાં એ હતાશ થઈ ગયો હતો. એક્ઝામને બે દિવસની વાર હતી અને કેશવના પપ્પાએ કહ્યું, જો કેશવ…. મારે આ એક્ઝામમાં સારા માર્ક્સ જોઈએ અને જો સારા માર્ક્સ ન આવ્યા તો હું તને ઘરથી બહાર કાઢી દઈશ. કેશવ કંઈ જ ન બોલ્યો અને ચુપચાપ વાંચવા લાગ્યો. એક્ઝામનો દિવસ આવ્યો અને કેશવ ચિંતામાં હતો અને કેશવના મમ્મીએ એને દહીં સાકર ખવડાવીને એક્ઝામ આપવા મોકલ્યો. કેશવ સાંજે ઘરે આવ્યો અને એના પપ્પાએ પૂછ્યું, કેશવ, કેવું રહ્યું આજનું પેપર ? કેશવે કહ્યું, સારું….! કેશવે ચાર પેપર આપ્યા અને કેશવ હતાશ હતો. કેશવ દરરોજ સાંજે નેત્રીને મળવા જતો અને એની સાથે થોડીક વાતો કરતો. દોઢ મહિનો થઈ ગયો અને સાંજે કેશવનું રિઝલ્ટ આવવાનું હતું. સાંજના પાંચ વાગ્યા અને આખા ઘરની નજર કેશવના રિઝલ્ટ પર જ હતી. રિઝલ્ટ વેબસાઈટ પર મૂકાઈ ગયું હતું અને કેશવના પપ્પાએ કેશવનો સીટ નંબર નાખ્યો અને જોયું તો કેશવ ચારે ચાર વિષયમાં ફેઈલ થયો હતો. કેશવના પપ્પા કેશવને એક રૂમમાં લઈ ગયા અને રૂમ બંધ કરી કેશવને મારી મારીને અધમુઓ કરી નાખ્યો. કેશવના ઘરમાં બધા જ કેશવથી ગુસ્સે હતાં. કેશવે અડધી જ રોટલી ખાધી અને પોતાના રૂમમાં જતો રહ્યો.કેશવના પપ્પાએ કહ્યું, સવારે અહીંથી ક્યાંક દૂર ચાલ્યો જજે. કેશવ કઈ જ ન બોલ્યો……પોતાનો ફૉન સ્વીચઓફ કરીને નીચે સુઈ ગયો. સવારના પાંચ વાગ્યે કેશવ ઉઠ્યો. એના મનમાં બધા વિચારો સતત એટેક કરતાં હતાં. એકનો એક વિચાર એને વારંવાર આવતો હતો. કેશવે એની મમ્મીની સાડીને પંખે બાંધી અને ટેબલ પર બેસી ગયો ! કેશવ મનમાં વિચારતો હતો, આવી ગુલામીની જિંદગી કરતાં મોંત સારું અને કેશવે સાડી સાથે લટકીને મોતને વ્હાલું કર્યું. સવારે સાત વાગ્યે કેશવની મમ્મીએ દરવાજો ખખડાવ્યો પણ દરવાજો ન ખુલ્યો. બધાને લાગ્યું કે કેશવ સૂતો છે પણ નવ વાગ્યે તોય દરવાજો ન ખુલ્યો અને બધાએ મળીને દરવાજો ખોલ્યો અને કેશવની મમ્મી ત્યાં જ બેભાન થઈ ગયા. કેશવના પપ્પા તો રડ્યા જ નહીં….બસ સુનમુન થઈને કેશવની બાજુમાં બેસી ગયા. પાડોશી આવ્યા અને કેશવને નીચે ઉતર્યો પણ કંઈ બચ્યું જ નહોતું !

એક લેખક તરીકે જો એમ વિચારું કે કેશવના મોંતના સમાચાર સાંભળીને નેત્રી પર શું વીત્યું હશે ? તો મારા હાથ પગ કંપી જાય છે. આપણે આપણા બાળકને સમજવું જોઈએ. 21મી સદી ચાલે છે. દુનિયામાં સૌથી વધારે લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. બાળક પાસેથી વધારે અપેક્ષા પણ ન રાખવી જોઈએ, બાળકને શું ગમે છે અને એ જિંદગીમાં શું કરવા માંગે છે એ દરેક માતા-પિતાએ પૂછવું જોઈએ. WHO ના એક અહેવાલ પ્રમાણે ભારતમાં દરરોજ 370 લોકો આત્મહત્યા કરે છે ! મિત્રો હજુપણ સમય છે, તો આવો સૌ જાગૃત બનીએ.

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!!

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here