ચીકૂ શેક પીવો, ને સેહત બનાવો !! ચીકુ શેકના આ 6 ફાયદા તમને નહિ ખબર હોય – વાંચો ખાસ માહિતી

0

ચીકૂ એ ગુણોનો ખજાનો છે. ચીકૂ ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેમજ ચીકૂનો શેક બનાવી પીવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. તમે ભલે ચિકૂ કે ચીકૂના જ્યુસનું સેવન માત્ર સ્વાદ માટે જ કરો. પરંતુ એમાં પણ હેલ્થને ફિટ રાખવાના ઘણા ગુણો સમાયા છે. તો ચાલો આજે જાણીએ એના ફાયદાઓ વિષે.

ચીકૂ શેકમાં વિટામિન એ, વિટામિન સી, તેમજ ઉર્જા અને એંટીઓક્સિડંટથી ભરપૂર છે. જે આપણાં શરીરમાટે જરૂરી અને ફાયદાકારક છે. ચીકુને વૈજ્ઞાનિક ભાષામાં ‘મેલિનકારા જેપોતા’ કહેવામા આવે છે.

સવારના સમયે નાસ્તાની સાથે તમે આ શેકને પી શકો છો. એવું નથી કે આ કેવળ ટેસ્ટી જ છે. ટેસ્ટી સાથે સાથે હેલ્ધી પણ ખૂબ છે. એ પણ જાણી લો કે ચીકૂ તમારી સ્કીનને પણ હેલ્ધી ને ચમકાર રાખવામા મદદ કરે છે. એટ્લે ચીકૂ અને ચીકુનો શેક સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. એને બનાવવો પણ ખૂબ જ સરળ છે. સૌ પ્રથમ ચીકુના નાના નાના ટુકડા કરી એમાં દૂધ ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર છે ચીકુ સ્વાદિષ્ટ ને હેલ્ધી ચીકુ શેક. તો રોજ પીવો ને ફાયદો ઉઠાવો.

તો ચાલો જાણીએ આજે ચીકુ શેક પીવાથી થતાં ફાયદાઓ વિષે :

ચીકુ શેક શરીરને એનર્જી પૂરી પાડે છે. ચીકુ શેકમાં ફ્રંકટોઝ અને સુકરોઝ જેવું કુદરતી સુગર મૌજૂદ હોવાથી એને પીવાથી જ શરીરમાં જરૂરી ઇંસ્ટંટ એનર્જી પૂરી પાડે છે. જો તમે થાકેલા હોય તો આ શેક જરૂર તમારા માટે ફાયદેમંદ રહેશે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે

ચીકૂ શેક પીવાથી શરીરમાં જરૂરી પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે. ચીકૂમાં વિટામિન સી પર્યાપ્ત માત્રમાં રહેલું છે. જે એન્ટિઓક્સિડંટના સ્વરૂપે કાર્ય કરે છે. અને આપણાં શરીરને બીમારી લાગુ પડવા દેતું નથી. જો તમે વારંવાર બીમાર પડી રહ્યા છો તો તમારે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે અને અનેક વાઇરસ ને બેક્ટેરિયાથી બચવા માટે ચીકૂ શેક જરૂર પીવો જોઈએ.

હાંડકાને બનાવે છે મજબૂત :

ચીકુમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસની માત્રા ઘણી વધારે છે. એટ્લે તે હાંડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આંખોનાં સ્વાસ્થ્ય માટે બેસ્ટ વિકલ્પ ચીકુ શેક :

વિટામિન એનો વિપુલ માત્રાનો સ્ત્રોત ચીકુ શેકમાં રહ્યો છે. જેના કારણે તે આંખોને રોશની આપવાનું કામ કરે છે. એટ્લે આંખોની સમસ્યાવાળા માટે ચીકૂ ફાયદેમંદ રહેશે. માટે જ નિયમિત રૂપથી જો ચિકૂ શેકનું સેવન કરવામાં આવે તો એ આંખો માટે ફાયદાકારક બની રહેશે.

પાચનશક્તિ વધારનાર :

જો તમને અપચો, ગેસ અને પેટમાં જલનની સમસ્યા રહે છે. તો ચીકૂ શેક રોજ પીવો જોઈએ. આમાંથી મળી રહેતું સોલ્યુલોઝ ડાઇટરી ફાઈબર પાચનશક્તિ વધારનાર છે.

શરીરનાં સોજાને કરે છે દૂર :

ચીકૂમાં એન્ટિ- ઇફલીમેંટરીનો ગુણ રહેલો છે. જેના કારણે શરીર પરના સોજાઓ દૂર થાય છે. જો તમને શરીરનાં કોઈ ભાગમાં સોજા આવી ગયા છે તો તમારે ચીકુ શેક પીવો જોઈએ.

સ્કીન માટે ફાયદાકારક :

ચીકુ અથવા ચીકુના શેકનું સેવન ત્વચામાં નિખાર લાવવાનું કામ કરે છે. રોજ ચીકુના સેવનથી ત્વચા હેલ્ધી રહે છે.
ચીકૂ એક એનર્જી બુસ્ટર છે. તેનો શેક કેટલાય પ્રકારની સમસ્યાને દૂર કરે છે. તમે પણ સવારે નાસ્તામાં ચીકૂ શેક પીવાનું રાખજો ને તમારા મિત્રોને પણ આ ઉપયોગી માહિતી શેર કરો !

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here