ભરેલી રવા ની ઈડલી – ખૂબ જ ટેસ્ટી, તીખી તેમજ સ્વાદિષ્ટ….સ્ટેપ બાય સ્ટેપ વાંચો રેસિપી

0

સાઉથ ની અનેક વાનગીઓ આજે આપણે બહાર તેમજ ઘરે બનાવી ને ખાઈએ છીએ. જેમકે ઢોસા, ચોખા ની ઈડલી, ઉત્તપમ, ઈડલી સાંભર, મેંદુ વડા વગેરે. આ વાનગીઓ ખૂબ જ ટેસ્ટી, તીખી તેમજ સ્વાદિષ્ટ હોય છે. સાઉથ ની દરેક આઈટમ ખૂબ જ મનભાવક છે

ભરેલી રવા ની ઈડલી બનાવવા માટે ની સામગ્રી

 • રવા -300 ગ્રામ (1 અથવા ½ કપ)
 • દહીં -300 ગ્રામ (1 અથવા ½ કપ)
 • મીઠું – સ્વાદ અનુસાર અથવા 1 નાની ચમચી
 • ઇનો સોલ્ટ (સોડા) – ¾ નાની ચમચી
 • તેલ – 2 મોટી ચમચી
 • રાઈ – એક નાની ચમચી
 • કરી પત્તા – 10-12
 • અળદ ની દાળ – 1 નાની ચમચી
 • લીલા મરચાં – 1 (ઝીણા સમારેલા)
 • પિઠ્ઠી બનાવવા માટે ની સામગ્રી
 • બાફેલા બટેટા – 2 મધ્યમ આકાર ના
 • પાલક – એક કપ ઝીણી સમારેલી
 • લીલા મરચાં – 1 (ઝીણા સમારેલા)
 • આદું ની પેસ્ટ – 1 નાની ચમચી
 • મીઠું – અડધી નાની ચમચી
 • તેલ – 2 નાની ચમચી

રવા ની ઈડલી બનાવવા ની રીત:
સૌપ્રથમ એક વાસણ માં દહીં ને ઝેરી લો અથવા હલાવી લો. કોઈ એક વાસણ માં રવા ને સારી રીતે સાફ કરી ને ભરી લો. અને પછી તેમાં દહીં નાખી ખૂબ જ સારી રીતે હલાવી લો. આ ખીરું થોડું જાડું રાખવા નું છે. તેમાં થોડું પણી નાખો, પણ યાદ રાખો કે પાણી એટલું જ નાખો, જેથી કરી ને મિશ્રણ બહુ પાતળું ના થઈ જાય. હવે તેમાં મીઠું નાખી ને ખૂબ હલાવી લો, જેથી કરી ને મીઠું મિશ્રણ માં ભળી જાય.

આ મિશ્રણ કરતી વખતે યાદ રાખજો કે તેમાં ગોળીઓ ના વળે. હવે આ રવા નું ખીરું બની ગયા પછી તેને 15 મિનિટ માટે ઢાંકી ને મૂકી દો. જેથી કરીને રવો ફૂલી ને તૈયાર થઈ જાય.
હવે એક નાનું કોઈ વાસણ લઈ તેમાં 2 નાની ચમચી તેલ નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ નાખી દો, આ રાઈ તળાવા લાગે ત્યારે તેમાં કરી ના પત્તા, અળદ ની દાળ નાખી તે બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તળી લો. હવે તેમાં લીલા મરચાં નાખી તેને પણ તળી લો. હવે આ મસાલા ને મિશ્રણ માં નાખી દો.
પિઠ્ઠી બનાવવા માટે ની રીત
બટેટા ની છાલ કાઢી તેને ઝીણા સમારી લો. ત્યાર બાદ એક વાસણ માં તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં રાઈ નાખો, રાઈ તળાઈ ગયા પછી તેમાં લીલા મરચાં અને આદું નાખો, પછી તેમાં પાલક નાખી, તે નરમ થાય ત્યાં સુધી ચડવા દો, હવે બટેટા અને મીઠું નાખો, અને આ બધા ને સારી રીતે મિશ્ર કરી દો. અને તેને ચડવા દો. આમ ઈડલી ભરવા માટે ની પિઠ્ઠી તૈયાર છે.
ઈડલી બનાવવા માટે ની રીત
કુકર માં 2 થી 3 કપ પાણી નાખી ગેસ પર મૂકી દો, પાણીને ગરમ થવા દો.
રવા ના મિશ્રણમાં ઇનો સોલ્ટ નાખી ચમચા થી સારી રીતે હલાવી ભેળવી દો, આ મિશ્રણ ફૂલવા લાગે એટલે હલાવવાનું બંધ કરી દો, હવે ઈડલી સ્ટેન્ડ લો તેમાં બધા માં થોડું-થોડું તેલ લગાવી ચીકણું કરી દો, હવે મિશ્રણ ને આ ખાના ઓ માં થોડું-થોડું ભરી ને તૈયાર કરો. પરંતુ યાદ રાખો કે ખાના કરતાં અડધા થી પણ ઓછું મિશ્રણ નાખવું. હવે પિઠ્ઠી માથી થોડી-થોડી પિઠ્ઠી લો અને મિશ્રણ ની ઉપર બધા ખાના માં નાખો. હવે ફરી રવા નું મિશ્રણ પિઠ્ઠી ની ઉપર નાખો. આમ ઈડલી ના બધા ખાના ભરી દો
એક વખત માં ઈડલી સ્ટેન્ડ માં 12 થી 18 જેટલી ઈડલી બની જાય છે. હવે ઈડલી સ્ટેન્ડ ને બંધ કરી તેને કુકર ના પાણી માં ભાપ આવતા તેમાં ઈડલી નું સ્ટેન્ડ મૂકી દો, કુકર નું ઢાંકણું ઢાંકી દો. પરંતુ કુકર માથી સિટી કાઢી નાખજો.ફાસ્ટ ગેસે ઈડલી ને 10 મિનિટ માટે ચડવા દો, પછી કુકર નું ઢાંકણું ખોલો. (હવે તપાસ કરો કે ઈડલી બની ગઈ છે કે નહીં, તે માટે એક ચાકુ લઈ તેને ઈડલી માં નાખો, જો ઈડલી નું મિશ્રણ ચાકુ સાથે ચોંટે નહીં તો સમજવું કે ઈડલી તૈયાર થઈ ગઈ છે.) હવે ઈડલી ના સ્ટેન્ડ ને કુકર માથી કાઢી લો, ઠંડુ થઈ ગયા પછી છરી ની મદદ થી ઈડલી ને કાઢી લો
આમ ભરેલી ઈડલી તૈયાર છે. આ ગરમા ગરમ ભરેલી રવા ની ઈડલી તમે સાંભર, નારિયેળ ની ચટણી, ચણા દાળ ની ચટણી, અથવા મગ ની દાળ ની ચટણી સાથે પીરસી ને ખાઈ શકો છો.

માધવી આશરા ‘ખત્રી’
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here