અમદાવાદનાં લાલા દરવાજા સહિત ભારતની આ 4 માર્કેટ, મોટા મોટા શોપિંગ મોલને પણ કરે છે ઝાંખા ….

0

લાલ દરવાજા અમદાવાદ :
અમદાવાદમા આવેલ લાલ દરવાજાનું માર્કેટ એટલું વિશાળ છે કે ત્યાંથી તમને જથ્થાબંધ વસ્તુઓ હોલસેલના ભાવમાં એકદમ સસ્તી ને સારી મળી શકે છે. જેમાં પ્લાસ્ટિકની વસ્તુથી માંડીને , કપડાં, ડેકોરેશનની વસ્તુઓ, કિચન એસેસરીઝ અને ઇલેક્ટ્રીક વસ્તુઓ પણ આ માર્કેટમાંથી તમને આરામથી એક કરતાં વધારે વેરાયટીની જોવા મળશે. સ્ત્રી સૌંદર્યના પ્રસાધનોમાં ચાંદલાથી લઈને કપડાં અને ચપપલો પણ અનેક વેરાયટીમાં મળી જાય છે. ગુજરાતનાં મોટાભાગના લોકો લગ્નની ખરીદી કરવા માટે આ લાલ દરવાજાની માર્ટર્કેટમાં ખરીદી કરવા આવે છે.

કોલાંબા અને પેડર રોડ , મુંબઈ :

મૂંબઈમાં અનેક જગ્યા પર અનેક મોલ આવેલા છે. અને એના કરતાં પણ સરસ વસ્તુ તમે મુંબઈના પેડર રોડ પર જોઈ શકો છો. જે ફેશનમાં પણ બેસ્ટ ને એકદમ બજેટમાં આ માર્કેટમાંથી ખરીદી કરી શકાય છે. ઉપરાંત બોમ્બેમાં ફ્રેશન સ્ટ્રેટ અને બોરિવલીમાં ઇન્દ્રપ્રસ્થ અને મલાડની બજારોમાં પણ તમને આરામથી વસ્તુઓ સસ્તા ભાવમાં અને સારી મળી જાય છે. એ ઉપરાંટું ટ્રેડિશનલ અને ફેશનેબલ વસ્તુઓમાટે આજના યુવાનોની પહેલી પસંદ મોટા મોટા મોલ કરતાં હિંદમાતા માકેટ ફેમસ છે.

ચાંદની ચોક, દિલ્હી :
દિલ્હીમાં આવેલ ચાંદની ચોકની બજારમાં પાનમ મોટી મોટી કંપનીના બ્રાંડેડ કપડાં અને બ્રાંડેડ વસ્તુઓ ઉપરાંત ઇલેક્ટ્રીક વસ્તુઓ એકદમ સસ્તા ભાવે મળી જાય છે, આ માર્કેટમાં જવા માટે તમારે આખો દિવસ ફાળવો તો પણ ઓછો પડે એટલી વિશાળ માર્કેટ છે. આ માર્કેટમાં મોટી મોટી શોપ આવેલી છે જે મોટા મોટા મોલને પણ શરમાવે એવી વેરાયટી અહીંયા જોવા મળે છે. જ્વેલરી, કપડાં, બુક્સ , પરફ્યુમ, જૂતાં જેવી વગેરે આઇટમો અંહિયાથી આરામથી તમને મળી જશે એ પણ સસ્તાભાવે.

બડી એન્ડ છોડી બજાર, જયપુર :
જયપુરની આ માર્કેટ કોટન કાપડ માટે ફેમસ છે, રાજસ્થાની વસ્તુઓ જેવીકે રાજસ્થાની સરારા, રાજસ્થાની બાંધણી સાડી, જ્વેલરી, કુર્તા વગેરે માટે આ માર્કેટ એકદમ સસ્તી અને સારી છે. અહીંયા બધી જ વસ્તુઓ એકદમ સસ્તાભાવે અને ક્વોલિટીમાં બેસ્ટ મળી જાય છે.

અંજુના બજાર , ગોઆ :
આખા વિશ્વભરમાં પોતાના દરિયાકિનારાના કારણે પ્રખ્યાત બનેલ ગોવામાં દર બુધવારે અંજુના બજાર ભરાય છે. જેમાં ફેશનેબલ વસ્ત્રો આરામથી સાવ સસ્તા મળી જાય છે. જ્વાકે વન પીસ, જીન્સ, ટીશર્ટ, બ્રેસલેટ, જૂના બાઈક, ઝૂલા, અને બીજી ઘણી બધી વસ્તુઓ તો ખરી જ .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here