શું તમે જાણો છો કે ડિલિવરી સમયે મહિલાને કેટલું દર્દ થાય છે તેના વિષે, જો આજે જાણશો તો પણ તમારા રૂવાટા ઊભા થઈ જશે

0

મા શબ્દ ભલે નાનો લાગે છે બોલવામાં . પણ એવું કહેવાય છે કે માતાના ચરણોમાં એક વિશ્વ સમાયેલુ છે અને માતા સાથે બાળકનો સંબંધ જેવો કોઈ ઊંડો સંબંધ નથી હોતો. એક માતા તેના બાળકની બધી જ વાત કહ્યા વગર સમજી જાય છે. દુનિયામાં માતા બનવાની ખેશી એક છોકરી માટે જે હોય છે તે દુનિયાની બેસ્ટ ખુશી અને સૌથી મોટી ખુશી છે. એક છોકરી જ્યારે માતા બને ત્યારે જ તે સંપૂર્ણ બને છે. એક માતા તેના બાળક સાથે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. એક બાળક પણ પોતાની માતાના ખોળામાં સૌથી સલામત ગણાય છે. માતા અને બાળક સાથે સંબંધ એક નિસ્વાર્થ સંબંધ હોય છે.બાળક તેની માતાના ખોળામાં આવતા જ તે તેની મા ને ઓળખી જાય છે. જ્યારે તેણી 9 મહિના પછી દુનિયામાં આવે છે, ત્યારે તેને તેની માતાના છાખોળામાં જ ખૂબ આનંદ મળે છે. એવું કહેવાય છે કે માતા બનવાની ખુશી ભાગ્યથી જ મળે છે. જ્યારે માતા તેના બાળકને જન્મ આપે છે ત્યારે તે અસહ્ય પીડામાંથી પસાર થાય છે.તે સમયે કોઈ તેના દુઃખની ધારણા કરી શકતું નથી. સહેજ ઇજા પહોંચે તો પણ વ્યક્તિ આખું ઘર ગજવી મૂકે લે છે. તે જ સમયે, સ્ત્રીની સહનશક્તિ એટલી બધી છે કે તે હસતા મોઢે બાળકને જન્મ આપવાની પીડા ભોગવતી હોય છે. તે તદ્દન સાચું છે કે સ્ત્રીઓ પાસે પુરુષોની તુલનામાં સામનો કરવાની ક્ષમતા વધારે હોય છે.

પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ શક્તિશાળી હોય છે:

આ એક એવો સમય છે જ્યારે સ્ત્રી કોઈ પણ પુરુષ કરતાં વધુ પીડા સહન કરે છે. કેટલાક ક્ષેત્રોમાં ભારતમાં મહિલાઓની સ્થિતિ હજી પણ ખૂબ જ નબળી છે. હજી પણ કેટલાક લોકો સ્ત્રીઓને નબળા અને નમ્ર માનતા હોય છે. આ માનસિકતાવાળા લોકોની સંખ્યા આપણા દેશમાં હજુ પણ ઘણી છે. પરંતુ આવા લોકો જાણતા નથી કે સ્ત્રીઓ કરતાં વધુ શક્તિશાળી આ દુનિયામાં કોઈ નથી. મહિલાઓ જેટલી સહનશક્તિ કોઈમા નથી ને તેથી જ સ્ત્રીઓને મહાન ગણવામાં આવે છે.

મોટાભાગની પીડા તો તેને ત્યારે જ થતી હોય છે જ્યારે તે ગર્ભવતી હોય છે. આ પીડા જેમ મહિનાઓ વધે તેમ તેમ પીડા પણ વધતી જાય છે. સગર્ભા સ્ત્રીઓમાં, પીડા, ઉલ્ટી અને નબળાઈ જેવી સમસ્યાઓથી વધારે પીડાય છે. આ હોવા છતા, તે ગર્ભાશયમાં રહેલ બાળકનું સંપૂર્ણપણે ધ્યાન પણ રાખે છે . અને તે તેનો પ્રયાસ છે કે બાળકને કોઈપણ પ્રકારના પીડા ન થાય.

ડિલિવરી સમયે 200 હાડકાં તૂટે તેટલું દર્દ થતું હોય છે.

પરંતુ મોટાભાગના પીડા તેના બાળકને જ્યારે જન્મ આપે છે તે જ દિવસે થયા છે. 9 મહિના પછી જ્યારે તે તેના બાળકને જન્મ આપે છે ત્યારે તને અસહ્ય પીડા થાય છે તે વિશે આપણે વિચારી પણ શકતા નથી. જ્યારે કોઈ વ્યક્તિનના હાડકાં તૂટી જાય છે, ત્યારે જે દર્દ થાય એ જ દર્દ ડિલિવરી સમયે એક મહિલાને થતું હોય છે.તમને એ જાણીને વધારે આશ્ચર્ય થશે કે એક સ્ત્રીને ડિલિવરી સમયે, 200 હાડકાં એકસાથે તૂટી જવા જેવી પીડા છે. તેથી જ એવું કહેવાય છે કે માતાનું સ્થાન ભગવાન કરતા વધારે છે અને હંમેશાં આદર કરવો જોઈએ. કારણ કે દુનિયામાં માતા તમને જે દુઃખ સહન કરીને લાવે છે, તે તમે ક્યારેય સહન કરી શકતા નથી. કોઈ પણ માતાનું ઋણ ચૂકવી શકે નહીં. ભારતની દરેક માતાને ગુજ્જુરોક્સ સલામ કરે છે!

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here