આટલા રૂપિયાના સિક્કાઓ લઈને બાઈક ખરીદવા પહોંચ્યા ભાઈ-બહેન, જાણો શું થયું પછી


13 વર્ષીય યશ 62 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને તેની બહેન માટે સ્કૂટર ખરીદવા આવ્યો

દિવાળીના દિવસે ઉદયપુરમાં હોન્ડાના શોરૂમમાં એક બાળક તેની બહેન માટે સ્કૂટર ખરીદવા માટે આવ્યો હતો. તેના બંને હાથમાં પૈસાની થેલીઓ હતી. આ જોઈને શોરૂમના કર્મચારીઓ પણ હેરાન થઈ ગયા હતા. વાત એવી છે કે 13 વર્ષીય યશ 62 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને તેની બહેન માટે સ્કૂટર ખરીદવા આવ્યો હતો. શોરૂમના મેનેજરે આ જોઈને સ્કૂટર આપવાની ના પાડી હતી પરંતુ યશે તેની કહાણી સંભળાવી ત્યારબાદ તેઓ રાજી થયા હતા.

– આઠમાં ધોરણમાં અભ્યાસ કરતો યશ તેની બહેન રૂપલ માટે બે વર્ષથી પોકેટ મની જમા કરતો હતો. યશના પતિ લોટ દળવાની ઘંટી ચલાવે છે.
– બંને ભાઈ-બહેનને પોકેટ મનીમાં સિક્કાઓ જ મળતા હતા. જ્યારે 62 હજાર રૂપિયા જમા થઈ ગયા તો તેઓ સ્કૂટર લેવા પહોંચ્યા હતા.
– તેઓ માતા-પિતાને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે મામાને સાથે લઈ ગયા હતા.

પૂરા સ્ટાફે બેસીને અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા

– હોન્ડા એડવેન્ટના જનરલ મેનેજરે જણાવ્યું કે, ‘આ અમારા માટે પહેલો એવો મામલો છે જ્યારે કોઈ સિક્કાઓ લઈને સ્કૂટર ખરીદવા માટે આવ્યા હોય. આ પહેલા એકવાર વ્યક્તિ 29 હજાર
રૂપિયાના સિક્કાઓ લઈને આવ્યો હતો. આ પૂરો મામલો ઈમોશનલ હતો એટલા માટે અમે વધારાનો સમય લઈને શોરૂમ ખોલ્યો હતો. આખા સ્ટાફે બેસીને લગભગ અઢી કલાક સુધી સિક્કાઓ ગણ્યા હતા.’

યશ તેની બહેન રૂપલ સાથે સ્કૂટર લેવા પહોંચ્યા

સ્ટાફને સિક્કાઓ ગણવામાં અઢી કલાક જેટલો સમય લાગ્યો

62 હજાર રૂપિયાના સિક્કાઓ લઈને સ્કૂટર ખરીદવા પહોંચ્યા ભાઈ-બહેન

Source: DivyaBhaskar

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

આટલા રૂપિયાના સિક્કાઓ લઈને બાઈક ખરીદવા પહોંચ્યા ભાઈ-બહેન, જાણો શું થયું પછી

log in

reset password

Back to
log in
error: