આ વાત ખુબજ ઓછા લોકો જાણતા હશો કે આપણું શરીર પણ પ્લાસ્ટિક પીવે છે, શું તમને ખબર છે? આજે અમે પ્લાસ્ટિક સાથે જોડાયેલા ભયાનક તથ્યો તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ જે તમને જરૂર ચોંકાવી દેશે.
આપણી દુનિયાની ચારે બાજુ એક પ્લાસ્ટિકની દુનિયા બની ગઈ છે અને આપણે તેમાં જ શ્વાસ લઇ રહ્યા છીએ. આજે પ્લાસ્ટિકનો ઉપીયોગ દરેક જગ્યાએ થઇ રહ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખુબજ હાનીકારક બની ગયું છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્લાસ્ટિકનો આવિષ્કાર સન 1862 માં ઇંગ્લેન્ડના એલેક્જેન્ડર(Alexander Parkes) એ કર્યો હતો. તેના બાદ પ્લાસ્ટિકનું ચલણ ધીરે-ધીરે શરુ થયુ હતું અને આજના સમયમાં એટલું વધી ગયું છે કે તમે જાણી લેશો તો ચોક્કસ હેરાન રહી જાશો.
જેમ કે આ વાતને જ લઇ લો કે એક પ્લાસ્ટીકની બોટલ રીસાઈકલ કરીને એટલી ઉર્જા બચાવી શકાય છે કે જેટલી 60W નો બલ્બ 6 કલાક સુધી ચલાવી શકાય. પ્લાસ્ટીકની અળધી વસ્તુઓ(50 પ્રતિશત) આપણે માત્ર એકવાર ઉપીયોગમાં લઈને ફેંકી દઈએ છીએ. માત્ર એટલું જ નહિ પૂરી દુનિયાના કુલ તેલનો 8 પ્રતિશત ભાગ માત્ર પ્લાસ્ટિક ઉત્પાદનમાં જ લાગે છે.
તમે કદાચ એ વાત પણ નહી જાણતા હોય કે દરેક વર્ષ પુરા વિશ્વમાં એટલુ પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે જેનાથી પૂરી પૃથ્વી નાં ચાર ઘેરા બની શકે. પ્લાસ્ટિકને માત્ર નુકસાન માટે જ નથી માનવામાં આવતા પણ તે મજબૂતી માટે જાણવામાં આવે છે. એક પ્લાસ્ટિક બૈગ પોતાના વજનથી 2000 ગણું વધુ બોજ ઉઠાવી શકે છે.
એ એક ગલત વાત છે કે દરેક વર્ષે લગભગ 1 લાખ પશુ પ્લાસ્ટિક બૈગ ખાવાથી મરી જાય છે. પ્લાસ્ટિક બેગ યુઝ તો કરી શકાય છે પણ તેને કેવી રીતે ખત્મ કરી શકાય તે સમાધાન નથી. કહેવાય છે કે પ્લાસ્ટિક બેગને ખત્મ થવામાં લગભગ 1, 000 વર્ષ લાગે છે.
હેરાન કરી દેનારી વાત તો એ છે કે ભારતમાં દરેક વર્ષ પ્રત્યેક વ્યક્તિ દ્વારા લગભગ 9.7 કિલો પ્લાસ્ટિક ઉપીયોગમાં લેવામાં આવે છે, જ્યારે અમેરિકામાં પ્રતિ વ્યક્તિ 109 કિલો.
એક મીડિયા રીપોર્ટનાં આધારે પૂરી દુનિયામાં માત્ર રવાંડા જ એક એવો દેશ છે જ્યાં પ્લાસ્ટિક પૂર્ણ: બેન છે. તે વાતની પણ તમને જાણ નહિ હોય કે સૌથી વધુ પ્લાસ્ટિક સમુદ્રમાં ફેંકવામાં આવે છે જે ભવિષ્યમાં ખુબ હાનીકારક સાબિત થઇ શકે છે.
પ્લાસ્ટિક 2 ઓયલ એકમાત્ર એવી કંપની છે જે પ્લાસ્ટીકને ફરીથી તેલ માં બદલવાનો દાવો કરે છે. સ્ટારબક્સ કપ્સ ક્યારેય પણ રીસાઈકલ નથી થતા કેમ કે તેના અંદરના ભાગમાં પ્લાસ્ટિક હોય છે.
સૌથી મોટી વાત એ છે કે આપણું શરીર પ્લાસ્ટિક કેમિકલને પોતાની અંદર શોસે છે. 6 વર્ષથી ઉપર નાં 93% અમેરિકી લોકોમાં પ્લાસ્ટિક કેમિકલ BPA મળી આવ્યું છે.
જે ફોન તમે ઉપીયોગમાં લઇ રહ્યા છો તેમાં યુઝ કરવામાં આવતું પ્લાસ્ટિક અસલી પ્લાસ્ટિક નથી હોતું. આ વાત ખુબ ઓછા લોકોને ખબર હોય છે. તે એક પ્રકારનું સોલ્યુશન હોય છે કે જો તેને મંદિરમાં દાંટી દેવામાં આવે તો 3 મહિનામાં જ નષ્ટ થઇ જાય છે.
જ્યારે પણ આપણે નવી કાર લઈએ છીએ ત્યારે તેમાં એક અજીબ પ્રકારની ગંધ આવતી હોય છે, આ ગંધ અસલમાં પ્લાસ્ટિકનું પ્લાસ્ટિકીજેર્સ હોય છે જેનો અધિક માત્રામાં ઉપયોગ કરવાથી ગંધ આવે છે.
લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com
