આ કારણોથી આપવામાં આવે છે સૂર્યોદય પહેલાં ફાંસી! શા માટે આવું કરવામાં આવે છે? આ છે કારણ

કાનૂન વ્યવસ્થા મુજબ કોઇ ગુનેગારે ફાંસીની અર્થાત્ મૃત્યુદંડની સજા ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેણે કરેલા અપરાધની સામે બધી જ અન્ય સજાઓ તુચ્છ ગણાય. જો કે, ન્યાયાધિશ માટે પણ ફાંસીનો હુકમ કરવો/ચુકાદો આપવો સહેલી વાત નથી.

ઉલ્લેખનીય છે કે, જ્યારે વ્યક્તિએ કરેલો ગુનો ખરેખર ગંભીર હોય અને માટે અક્ષમ્ય હોય ત્યારે જ ફાંસીની સજાનો ચૂકાદો આપવામાં આવે છે. બધાં જાણતા જ હશો કે, ગુનેગારને ફાંસી સૂર્યોદય પહેલાં આપવામાં આવે છે. પ્રશ્ન થાય છે કે, શા માટે આવું કરવામાં આવે છે? શા માટે બીજો કોઇ નહી ને સૂર્યોદય પહેલાંનો જ સમય પસંદ કરવામાં આવે છે?

અહીં આ સવાલોના જ જવાબો આપણે એકદમ સરળતાથી અને રસપ્રદ રીતે મેળવવાના છે. વાંચો અત્યારે :

આ કારણોથી સૂર્યોદય પહેલાં આપવામાં આવે છે ફાંસી –

(1) પ્રથમ તો કાનૂની કારણ વિશે ચર્ચા કરવી યોગ્ય છે. ‘પુલિસ અનુસંધાન અને વિકાસ બ્યૂરો (BPR & D) : ભારતમાં જેલોની દેખરેખ અને પ્રબંધનનું મોડલ જેલ મેન્યુઅલ’ નામના જેલ પ્રશાનસ સબંધી નિયમોમાં કેદીને સૂર્યોદય પૂર્વે ફાંસી આપવાનો આદેશ છે.

(2) આ સમયે બહારના જગત પર આ પ્રક્રિયાઓ ખોટો પ્રભાવના પડે કે હિંસા ના ભડકે એ પણ ખાસ જોવાનું હોય છે. પ્રભાતના સમયે મનુષ્ય તણાવમુક્ત પણ હોય અને લોકો/મીડિયા હજુ નિષ્ક્રિય હોય છે. આ પણ એક કારણ છે સૂર્યોદય પૂર્વે ફાંસી આપવાનું.

(3) સવારના પહેલાં જ ફાંસી આપી દેવાનું એક કારણ આ પણ છે : કોઇને ફાંસી આપવાની હોય એ દિવસ જેલના કર્મચારીઓ માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ હોય છે. કેદીને ફાંસી આપ્યાં બાદ અને પૂર્વે જેલ અધિકારીઓને ઘણાં કામ કરવા પડે છે. જેમ કે, કેદીનો મેડીકલ ટેસ્ટ, પ્રશાસનિક નોંધો, રજીસ્ટરોમાં એન્ટ્રી-નોંધો વગેરે. અને બાદમાં, મૃતદેહને એમના પરીવારને પણ સોંપવાનો હોય છે. આ બધી ક્રિયાઓમાં ઘણો સમય વીતે છે. આથી સવારના જ આ ક્રિયાઓ થઇ જાય તો જેલના કર્મચારીઓના પછીના રોજિંદા કામો પર કોઇ પ્રભાવ ના પડે.

(4) કેદીને ફાંસીની રાહ જોવડાવીને આખો દિવસ પસાર કરવો એ કેટલો માનસિક કુઠરાઘાત છે એ કલ્પી શકાય એમ છે. મૃત્યુની રાહ જોવી આસાન તો નથી જ! અને કેદીને મૃત્યુદંડ મળ્યો છે, એને માનસિક ત્રાસની પીડા આપવાનો કોઇ હક નથી. આ કારણથી પણ સૂર્યોદય પૂર્વે ફાંસી આપવામાં આવે છે. ફાંસીના નિયત સમય કરતાં એને બે કલાક વહેલો ઉઠાડવામાં આવે છે. જેથી દિનચર્યા પતાવીને તે તૈયાર થઇ જાય. એમને ધર્માનુસાર જે-તે ધર્મગ્રંથ પણ વાંચવા આપવામાં આવે છે, એમની પસંદગીનું ભોજન પણ કરાવવામાં આવે છે.

આમ ઉપર જણાવેલ કાનૂની, સામાજીક, નૈતિક અને પ્રશાસનિક કારણોને લીધે ગુનેગારને સૂર્યોદય પૂર્વે ફાંસી આપવામાં આવે છે.

મિત્રો, જાણકારી ભરેલો આ આર્ટીકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો.

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!