OMG ….27 વર્ષ થી ગામમાં એક પણ મર્દ નથી, છતાંય મહિલાઓ થાય છે પ્રેગ્નન્ટ- વાંચો સ્ટોરી…

0

પુરુષ નથી છતાં સ્ત્રી ગર્ભવતી??? તમને પણ વાંચીને થોડું અજીબ લાગ્યું હશે પણ આ વાત સાચી છે, જેમ આપણે જાણીએ જ છીએ કે ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે એ મુજબ સ્ત્રી અને પુરુષ બંને મળીને જ બાળકને જન્મ આપી શકે છે. આ નિયમને આજ સુધી કોઈ બદલી નથી શક્યું અને ભવિષ્યમાં ના તો કોઈ બદલી શકશે. વંશ વધારવા માટે પુરુષ અને સ્ત્રીની ભૂમિકા એ એક સમાન છે. સ્ત્રી વગર પુરુષ કે પછી પુરુષ વગર સ્ત્રી ક્યારેય બાળકને જન્મ આપી શકે નહિ.

આજે અમે તમને એક એવા ગામની વાત કરીશું જ્યાં છેલ્લા ૨૭ વર્ષથી કોઈપણ પુરુષ આવી શક્યો નથી પણ તે છતાં અહિયાં મહિલાઓ એ ગર્ભવતી થાય છે. આવો તમને જણાવીએ કે આની પાછળ શું રહસ્ય છે.

કેન્યાના ઉમેજા ગામમાં છેલ્લા ૨૭ વર્ષથી કોઈ પુરુષે પ્રવેશ કર્યો નથી પણ આમ છતાં અહિયાંની સ્ત્રીઓ એ ગર્ભવતી થઇ રહી છે, સાંભળીને થોડું અજીબ લાગશે પણ આ સાચું છે. હવે અહિયાં સવાલ એ નથી કે અહિયાં સ્ત્રીઓ ગર્ભવતી કેવીરીતે થાય છે સવાલ એ છે કે અહિયાં પુરુષ આવતા કેમ નથી અથવા તો તેમને અહિયાં પ્રવેશ કેમ નથી મળતો. તો તમને જણાવીએ કે ઘણા વર્ષોથી અહિયાં પુરુષોના આવવા પર નિષેધ લગાવવામાં આવ્યો હતો તેનું કારણ એ છે કે આ જે ગામ છે તેમાં શારીરિક શોષણનો શિકાર બનેલ યુવતીઓ અને મહિલાઓને રાખવામાં આવી છે.

૧૯૯૦ના સમયમાં બ્રિટનના સૈનિકો દ્વારા ઘણીબધી મહિલાઓ પર બળાત્કાર અને યૌનશોષણ કરવામાં આવ્યું હતું. એ બધી મહિલાઓને આ ગામમાં રાખવામાં આવી હતી. આ પ્રથાની શરૂઆત પણ ત્યારે જ થઇ હતી. સૌથી પહેલા ત્યાં બ્રિટીશ જવાનો દ્વારા હેરાન કરાયેલ ૧૫ મહિલાઓને રાખવામાં આવી હતી અને આજે અહિયાં આ ગામમાં ઘરેલું હિંસા, રેપ, મારપીટ, બાળ વિવાહ અને બીજા અનેક કારણોથી પરેશાન મહિલાઓ અને યુવતીઓને આશરો આપવામાં આવે છે. આવી અહિયાં અત્યારે ૨૫૦ મહિલાઓ અને યુવતીઓ છે.

આ મહિલાઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે બાળકોને સ્કુલમાં ભણાવવાનું કામ કરે છે, આ ગામમાં આસપાસ પ્રવાસીઓ પણ આવતા હોય છે. આ ટુરિસ્ટો માટે આ મહિલાઓ એ કેમ્પ લગાવે છે અને પૈસા કમાય છે. આના સિવાય અહિયાં મહિલાઓ પોતાનો રોજગાર ચલાવવા માટે સામાજિક કામ પણ કરતી હોય છે.

આ ગામની એક વેબસાઈટ પણ છે જ્યાંથી આ મહિલાઓ જે ઘરેણા બનાવે છે તે ત્યાં વેચવામાં આવે છે. રહી વાત મહિલાઓના ગર્ભવતી થવાની તો તેઓ ગામમાંથી છુપાઈને ગામ બહાર જાય છે અને પુરુષ સાથે સંબંધ બનાવે છે એટલા માટે ગામમાં મહિલાઓ ગર્ભવતી થાય છે અને બાળકોની સંખ્યા વધે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here