ઝોમેટો ડિલીવરી બોયે એવું ગજબનું કામ કર્યું કે મળી 73000નું ગિફ્ટ

વાહ વાહ…73 હજારની ગિફ્ટ મળી ગઈ આ ડિલિવરી બોયને – જાણો એવું તો શું કર્યું

કહેવાય છે કે, ઇમાનદારી, મહેનત અને પોતાના કામ પ્રત્યે સમપર્ણ ભાવ કોઇ તોડ નથી હોતો. કોઇના કોઇ રૂપમાં તેનો રિવર્ડ તમને એક દિવસ જરૂર મળે છે. એક સાઇકલ વાળા ઝોમેટો ડિલીવરી બોય સાથે પણ આવું જ કંઇક થયુ. ઓર્ડર મળ્યાના 20 મિનિટની અંદર 9 કિલોમીટરની દૂરી તેણે સાઇકલ પર જ કાપ્યુ અને ગ્રાહકનો ઓર્ડર પહોંચાડી દીધો. આ વાતથી ખુશ થઇને કસ્ટમરે તેને નવી બાઇક ગિફ્ટ કરી અને તે સાથેની તસવીરો પણ તેને ફેસબુક પર પોસ્ટ કરી શેર કરી હતી.

હૈદરાબાદના કોટી ક્ષેત્રમાં રહેનાર રોબિન મુકેશ આઇટી સેક્ટરમાં કામ કરતો હતો અને તે વર્ક ફ્રોમ કરી રહ્યો હતો. તેમણે ફૂડ ડિલિવરી ઝોમેટોથી સવારે 10 વાગ્યા આસપાસ ચા મંગાવી હતી અને તે સમયે ઘણો વરસાદ થઇ રહ્યો હતો. અકીલે 9 કિમીનુ અંતર 20 મિનિટમાં કાપ્યુ હતુ.

અકીલના પિતા સ્લીપર અને ચંપલ બનાવવાનું કામ કરે છે પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનને કારણે તેમનુ કામ ઠપ થઇ ગયુ હતુ. તેને કારણે 21 વર્ષિય અકીલને ઘરની જવાબદારી ઉઠાવવી પડી.

રોબિને કહ્યુ કે, અકીલ માટે મેં ફંડ રેજ કરવાનું શરૂ કર્યુ અને હું જાણીને હેરાન રહી ગયો કે અકીલ માટે 73000 રૂપિયા ભેગા થઇ ગયા હતા. તેમાંથી એક મહિલા જે અમેરિકામાં રહે છે તેમણે એકલા એ જ 30 હજાર રૂપિયા ડોનેટ કર્યા હતા. અકીલ માટે ટીવીએસ એક્સએલ બાઇક ખરીદી અને કોરોનાને કારણે માસ્ક, સેનેટાઇઝર અને હેલ્મેટ પણ આપ્યુ તેમજ 5 હજાર કોલેજ ફીસ માટે પણ આપવામાં આવ્યા.

Shah Jina