જો તમને એવુ કહેવામાં આવે કે તમારી સાથે રહેતો પડછાયો ગાયબ થઇ શકે છે તો ? તમે માનશો. તમે તો પહેલા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયા હશો. પરંતુ આવી ખગોળીય શુક્રવારે એટલે કે આજે એક ખગોળીય ઘટના સર્જાવા જઇ રહી છે. શુક્રવારના રોજ “ઝીરો શેડો દિવસ” તરીકે ઉજવાયો હતો. તમને એ તો ખ્યાલ હશે કે કોઇ પણ વસ્તુ હોય કે માણસ પડછાયો તો હંમેશા તમે તેનો જોયો જ હશો ને.. પરંતુ તમને જણાવી દઇએ કે, વર્ષમાં એવા પણ બે દિવસ આવે છે કે જયારે તમારો પડછાયો દેખાતો નથી. અને આ જ ઘટનાને ખગોળપ્રેમીઓ “ઝીરો શેડો દિવસ” તરીકે ઉજવે છે.
સૂર્ય વર્ષમાં બે વાર 90 ડિગ્રી પસાર થાય છે ત્યારે થોડીવાર માટે પડછાયો નજર આવતો નથી. એટલે કે કોઇ પણ વસ્તુ હોય કે વ્યક્તિ તેનો પડછાયો કયાંક આજુબાજુ જોવાતો નથી પરંતુ એકદમ તેની નીચે જ જોવા મળે છે અને આ જ જે ખગોળીય ઘટના છે તેને ‘ઝીરો શેડો’ કહેવામાં આવે છે. આવુ વર્ષમાં બે વાર થાય છે.

કર્કવૃતથી મકરવૃતની વચ્ચે દરેક જગ્યા પર અક્ષાંક્ષ પ્રમાણે . જ્યારે આ ઘટના બને છે ત્યારે થોડી ક્ષણ માટે વ્યકિત હોય કે વસ્તુ હોય પડછાયો તેનો સાથ છોડી દે છે. એટલે કે, જે વ્યકિત હોય છે તેનો પડછાયો પૂર્વ કે પશ્ચિમમાં દેખાવાના બદલે બરોબર તેની નીચે જ જોવા મળે છે. આ ઘટનાને ‘ઝીરો શેડો’ કહેવામા આવે છે.

ભાવનગરમાં આ ખગોળીય ઘટના 30 મે 2021ના રોજ 12.39 કલાકે જોવા મળી અને 13 જુલાઈ 2021ના રોજ 12.47 કલાકે જોવા મળશે. અમદાવાદની વાત કરીએ તો, આ ખગોળીય ઘટના 10 જૂન 12.39 કલાકે અને 2 જુલાઈ 12.44 કલાકે જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરની ખગોળ મંડલ સંસ્થા દ્વારા મનપા સંકુલમાં ઝીરો શેડોનું નિદર્શન યોજવામા આવ્યું હતું. ત્યારે જામનગર મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા.