પાકિસ્તાની ક્રિકેટરના પ્રેમમાં પાગલ થઇ ભારતીય યુવતિ, રીટા બની ગઈ સમી, વાંચો આખી સ્ટોરી

પાકિસ્તાની ક્રિકેટરે 3 દીકરીઓની મમ્મીને છૂટાછેડા આપી ભારતની રીટા સાથે પરણ્યો હતો, હોંશ ઉડાવી દે એવી સ્ટોરી

પાકિસ્તાનના ઘણા એવા ક્રિકેટરો છે જેમણે ભારતીય યુવતિઓ સાથે લગ્ન કર્યા છે. શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની જોડી અવાર નવાર ઘણી ચર્ચામાં રહેતી હતી. જો કે, હવે તો બંને અલગ થઇ ચૂક્યા છે અને શોએબે સાનિયાથી અલગ થયા બાદ ત્રીજા લગ્ન પણ કરી લીધા છો. જો કે, વર્ષો પહેલા પાકિસ્તાનના કેપ્ટન રહેલા એક ક્રિકેટરને પણ ભારતીય યુવતિ સાથે પ્રેમ થયો અને તેમણે લગ્ન પણ કરી લીધા.

આ ક્રિકેટર કોઇ બીજુ નહિ પણ ઝહીર અબ્બાસ છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જેણે ભારતને સાસરુ બનાવવાનું નક્કી કર્યુ. ઝહીર અને રીટા લૂથરાના લગ્ન માત્ર બે અલગ દેશો વચ્ચે જ નહોતા થયા પણ અલગ ધર્મો વચ્ચે પણ હતા. જો કે, ઝહીરે કોઇ પણ વસ્તુની પરવાહ ના કરી અને પોતાની પ્રેમકહાનીને લગ્ન સુધી પહોંચાડી. ઝહીર અબ્બાસ ભલે પાકિસ્તાની હોય પણ તેણે ભારતીય યુવતિને હમસફર બનાવી.

ઝહીર અને રીટાની લવ સ્ટોરી 80ના દાયકામાં બ્રિટનમાં શરૂ થઇ હતી. રીટા ઇંગ્લેન્ડમાં ઇંટીરિયર ડિઝાઇનિંગનો કોર્સ કરવા ગઇ હતી. આ દરમિયાન તેની મુલાકાત ઝહીર અબ્બાસ સાથે થઇ. ઝહીર ત્યાં કાઉંટી ક્રિકેટ રમવા ગયો હતો. આ પછી બંનેમાં નજીકતા વધી અને બંનેએ 1988માં લગ્ન કરી લીધા. લગ્ન બાદ રીટા ધર્મ પરિવર્ તન કરી સમીના અબ્બાસ બની ગઇ.

લોકોને લાગતુ હતુ કે મુશ્કેલીઓ આવશે પણ આવું ન થયુ. ઝહીર અબ્બાસના પિતા અને રીટા લુથરાના પિતા મિત્રો હતા. ભાગલા પહેલા રીટાનો પરિવાર પાકિસ્તાનના ફૈસલાબાદમાં રહેતો હતો. લગ્ન બાદ રીટા કરાચીમાં ઇંટિરિયર ડિઝાઇનિંગ હાઉસ ચલાવે છે. ઝહીર અબ્બાસ અને રીટાનો પરિવાર એકબીજાને ઓળખતો હોવાને કારણે ઘણી સરળતાથી બંનેના સંબંધ માટે પરિવારે લીલી ઝંડી આપી દીધી હતી.

જણાવી દઇએ કે, રીટાની ઝહીર સાથેની મુલાકાત દરમિયાન ઝહીર પરણિત હતો. તેના પહેલા લગ્ન નસરીન સાથે થયા હતા અને તેને 3 દીકરીઓ પણ છે. જો કે, રીટા સાથે પ્રેમને કારણે ઝહીરે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા અને 1988માં રીટા સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ ધર્મ પરિવર્તન કરી રીટા સમીના અબ્બાસ બની ગઇ.

Shah Jina