ખેલ જગત મનોરંજન

યુજુવેન્દ્ર ચહલ ઉપર ચઢ્યો પુષ્પાનો નશો, વીડિયોમાં કહ્યું, “મેં ઝુકેગા નહિ” તો અલી ગોનીએ કહ્યું, “બોલ કોણ ઉઠાવશે ?”

ગત ડિસેમ્બર મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ “પુષ્પા”નો નશો આજે પણ દેશભરમાં ફેલાયેલો જોવા મળે છે. રોજ હજારો લોકો પુષ્પાના ગીતો અને ડાયલોગને કોપી કરીને તેના ઉપર વીડિયો બનાવતા હોય છે. સામાન્ય માણસો જ નહિ સેલેબ્રિટીઓ પણ પુષ્પાના ગીતો અને ડાયલોગ ઉપર રીલ બનાવી રહ્યા છે.

ત્યારે જ હાલમાં પુષ્પાના ફેલાયેલા નશાની ચપેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યુજુવેન્દ્ર ચહલ પણ આવી ગયો છે. તેને પણ પુષ્પાના પ્રખ્યાત ડાયલોગ “મેં ઝુકેગા નહિ” ઉપર વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. ચહલે અલ્લુ અર્જુનની સ્ટાઇલને કોપી કરતા દાઢીની નીચે હાથ ફેરવીને આ ડાયલોગ બોલ્યો હતો, ત્યારે હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ચહલના આ વીડિયોની અંદર ઘણા બધા સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરે પણ કોમેન્ટ કરી અને કહ્યું છે “કોપી કેટ”. પુષ્પાના આજ ડાયલોગ ઉપર ડેવિડ વોર્નરે પણ રીલ બનાવી હતી અને તેની પણ આ રીલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

આ ઉપરાંત અભિનેતા અલી ગોનીએ પણ ચહલની પોસ્ટમાં કોમેન્ટ કરીને કહ્યું છે, “ફિર બોલ કોન ઉઠાયેગા?” તેની કોમેન્ટના રિપ્લાયમાં પણ ઘણા  બધા લોકો ફની ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે. યુઝીના આ વીડિયોને અત્યાર સુધી 6 લાખ 66 હજારથી પણ વધારે લોકોએ લાઈક કર્યો છે, આ ઉપરાંત તેના આ વીડિયોને 3.8 મિલિયન લોકોએ જોયો છે.

યુઝી ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે. તે બંને પોતાના વીડિયો પણ શેર કરતા રહે છે. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર પણ છે અને તેના ડાન્સને લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. યુઝી પણ ઘણીવાર ધનશ્રી સાથે ડાન્સ કરતો હોવા મળે છે.