યુવરાજ સિંહે દીકરાનું રાખ્યુ યુનિક નામ, નામ બોલતા પણ ફાંફા પડી જશે તમને

યુવરાજ સિંહે લાડલા દીકરાનું નામ એવું રાખ્યું કે નામ બોલતા પણ ફાંફા પડી જશે તમને

પૂર્વ ભારતીય ક્રિકેટર અને 2011 વર્લ્ડ કપના હીરો યુવરાજ સિંહે પોતાના ચાહકોને મોટા સમાચાર આપ્યા છે. યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચે ફાધર્સ ડે પર પોતાના પુત્રનું નામ જાહેર કર્યું છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને મેસેજ પણ લખ્યો. યુવરાજ સિંહ અને હેઝલે તેમના પુત્રનું નામ ઓરિઅન કીચ સિંહ રાખ્યું છે. તસવીરમાં યુવરાજ સિંહ તેની પત્ની હેઝલ કીચ અને પુત્ર સાથે જોવા મળી રહ્યા છે. તેણે ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો.

યુવરાજ સિંહે લખ્યું કે દુનિયામાં તમારું સ્વાગત છે ઓરિઅન કીચ સિંહ. મમ્મી-પપ્પા તેમના નાના પુત્રને ખૂબ પ્રેમ કરે છે. તમારી આંખો સ્મિત સાથે ચમકે છે, જાણે તમારું નામ તારાઓમાં લખાયેલું હોય. કપલે 25 જાન્યુઆરીએ તેમના બાળકના જન્મની માહિતી આપી હતી. યુવરાજ સિંહે પોતે ખુલાસો કર્યો છે કે તેણે પોતાના પુત્રનું નામ ઓરિઅન નક્ષત્રના નામ પરથી રાખ્યું છે. સાથે જ પત્નીના નામનો છેલ્લો શબ્દ પણ સામેલ કરવામાં આવ્યો છે. મૃગશીર્ષ એક નક્ષત્ર છે.

દરેક માતા માટે બાળક તેનો સ્ટાર છે. યુવરાજે કહ્યું કે હું મારા પુત્રના નામ સાથે હેઝલનું નામ ઉમેરવા માંગતો હતો, તેવી જ રીતે અમે તેનું નામ ઓરિઅન કીચ સિંહ રાખ્યું છે. યુવીએ કહ્યું કે જ્યારે અમે બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શરૂઆતમાં એવું નહોતું થયું. પરંતુ જ્યારે હેઝલ પ્રેગ્નન્સીના ચોથા મહિનામાં હતી ત્યારે તે લંડન જતી રહી. યુવીએ કહ્યું કે તે સમયે મારે પણ ત્યાં જવાનું હતું, પરંતુ મને કોવિડ થઇ ગયો હતો. આવી સ્થિતિમાં હું પહેલા સ્વસ્થ થયો અને લાંબી રાહ જોયા બાદ હેઝલને મળી શક્યો.

યુવરાજ સિંહે 30 નવેમ્બર 2016ના રોજ બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ પછી બંને જાન્યુઆરી 2022માં એક બાળકના માતા-પિતા બન્યા. યુવરાજ અને હેઝલ કીચની ઘણી વાતો મીડિયામાં પ્રચલિત છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હેઝલ કીચને તેની સાથે ડેટ પર જતા પાંચ વર્ષ લાગ્યા હતા. જણાવી દઇએ કે, યુવીએ તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2017માં રમી હતી.

Shah Jina