ખેલ જગત જીવનશૈલી મનોરંજન

વિરાટ કોહલીના ઘરથી બે ગણું મોંઘુ છે આલીશાન ઘર, પિતા યોગરાજ સિંહથી દૂર રહે છે યુવરાજ

આ 10 તસ્વીરો જોઈને વિરાટ અનુષ્કાના પણ હોંશ ઉડી જશે, અંદરનો નજારો જુઓ એકવાર

યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટર ટીમના સુપરસ્ટાર ખેલાડી રહી ચુક્યા છે. વિશ્વકપ જેવી મોટી ટુર્નામેન્ટમાં યુવરાજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીતી ચુક્યો છે. યુવરાજ સિંહ જેટલો તેની રમતને લઈને જાણવામાં આવે છે તેટલો જ તે તેની લાઇફસ્ટાઇલ માટે પણ ફેમસ છે.

યુવરાજસિંહ તેના પિતા યોગરાજ સિંહથી દૂર મુંબઈમાં રહે છે. યુવરાજ સિંહનું મુંબઈમાં બેહદ શાનદાર ઘર છે. યુવરાજે મુંબઈના વર્લીમાં આવેલ ઓમકાર 1973 ટાવર્સમાં ઘર ખરીદ્યું છે. યુવરાજનું આ ઘર સી વિંગમાં 29માં માળ પર છે.

હવે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો પાડોશી બન્યો છે. વિરાટનું મકાન 35માં ફ્લોર પર છે. જ્યારે યુવરાજે 29માં ફ્લોર પર ઘર ખરીદ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે તેનું ઘર 16 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલું છે. આ ફ્લોર પર 2 ફ્લેટ છે.

યુવરાજ સિંહનું ઘર વિરાટના ઘરથી લગભગ ડબલ મોંઘું છે. એક રિપોર્ટ અનુસાર, યુવીએ 2015માં આ ઘરને 64 કરોડ રુપિયામાં ખરીદ્યું છે. યુવરાજે એપાર્ટમેન્ટના પ્રતિ સ્ક્વેર ફૂટ માટે 40 હજાર રુપિયા આપ્યા છે. કોહલીએ 34 કરોડ રુપિયામાં ઓમકાર એપાર્ટમેન્ટ્સમાં ઘર ખરીદ્યું હતું. યુવરાજસિંહ તેના આ ઘરમાં પત્ની હેઝલ સાથે રહે છે. યુવરાજ સિંહ હાલ તો ક્રિકેટમાંથી રીટાયર થઇ ચુક્યો છે.

ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ મુંબઈના વર્લી વિસ્તારમાં જ રહે છે. રોહિતે 2017માં ઘર ખરીદ્યું હતું. તેનો ફ્લેટ 6 હજાર સ્ક્વેર ફૂટમાં બનેલો છે. જ્યાંથી અરબ સાગરનો 270 ડિગ્રીનો નજારો જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષ સુધી યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ સાથે વર્લીના પોતોના આલીશાન એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. ક્રિકેટર યુવરાજ સિંહનું નામ જ ક્રિકેટ પ્રેમીઓ માટે પૂરતું છે. આજે એ ક્રિકેટની દુનિયામાં નજર નથી આવતો પરંતુ તેને જે ભારતીય ટીમ માટે યોગદાન આપ્યું છે તેને લોકો આજે પણ યાદ કરે છે. યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી પીડાયો હતો જેના બાદ તે ક્રિકેટમાં પરત પણ ફર્યો છતાં પહેલા જેવી ભૂમિકા ના અદા કરી શક્યો, પરંતુ તે તેના અંગત જીવનમાં ખુબ જ ખુશ જોવા મળે છે.

બોલીવુડની અભિનેત્રી હેજલ કીચ સાથે યુવરાજ સિંહે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતાનું જીવન ખુબ જ ખુશીથી જીવી રહ્યા છે. હેજલે પોતાના કેરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. હેઝલે બ્રિટિશની પણ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ત્યારબાદ હેજલ બોલીવુડની બિલ્લા અને બોડીગાર્ડ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. યુવરાજ સિંહ સાથે લગ્ન થયા બાદ બંને અત્યારે મુંબઈમાં એક આલીશાન ઘરની અંદર રહે છે.