બિગ બોસ વિજેતા અને સૌથી ફેમસ સેલિબ્રિટી એલ્વિશ યાદવની ધરપકડ, જાણો શું છે મામલો

એલ્વિશ યાદવ યુથમાં સૌથી વધુ પોપ્યુલર છે. તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુટ્યુબરને નોઈડા પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કોબ્રા કાંડા કેસ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે. હાલમાં જ નોઈડા પોલીસે સાપના ઝેર સાથે 5 લોકોની ધરપકડ કરી હતી.

આની પહેલાં યુટ્યૂબર અને બિગ બોસ વિનર એલ્વિશની લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. તાજેતરમાં નોઈડામાં સાપનું ઝેર સપ્લાય કરતી ગેંગના પર્દાફાશ દરમિયાન એલ્વિશનું નામ સામે આવ્યું હતું. તમને જાણવી દઈએ કે ગયા વર્ષે 8 નવેમ્બરે નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ મામલે FIR નોંધાઈ હતી હતી. આ કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પણ આરોપી છે.

પોલીસે 5 લોકોની ધરપકડ કરી હતી. જેમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથનો સમાવેશ થાય છે. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીઓ પાસેથી 5 કોબ્રા, 2 બે મોઢાવાળા સાપ (Red Sand Boa), એક અજગર અને 1 રેટ સ્નેક મળી આવ્યો હતો. આરોપ છે કે, આ સાપના ઝેરનો ઉપયોગ પાર્ટીઓમાં કરવામાં આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC