અરમાન મલિકની બે પત્નીઓ વચ્ચે થયો જોરદાર ઝઘડો, પ્રેગ્નેંસી વચ્ચે જ તકરાર- જુઓ વીડિયો

બે બે બૈરાં રાખવા વાળો અરમાન મલિકની બંને બૈરાઓ વચ્ચે થયો ભયંકર ઝઘડો, ગર્ભવતી કૃતિકા અને પાયલે એવું એવું કર્યું કે….

યૂટયૂબર અરમાન મલિક અવાર નવાર સોશિયલ મીડિયામાં લાઇમલાઇટમાં રહે છે. અરમાન એક વ્લોગર અને અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે ઘણીવાર તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. ક્યારેક બે લગ્નને કારણે અરમાને લાઇમલાઇટ લૂંટી તો ક્યારેક બંને પત્નીઓના એકસાથે પ્રેગ્નેટ થવાને લઇને. અરમાનના વીડિયો જોનારના મનમાં એ સવાલ આવે જ છે કે તે તેની પત્નીઓને કેવી રીતે સંભાળે છે. હાલમાં જ અરમાન તેની બંને પત્નીએ કૃતિકા, પાયલ અને દીકરા સાથે એક લગ્નમાં સામેલ થવા પહોંચ્યો હતો.

અરમાનના વીડિયોમાં બંને પત્નીઓ વચ્ચે ઘણો પ્રેમ જોવા મળે છે. પણ તેઓ જે લગ્નમાં સામેલ થવા પહોંચ્યા હતા, ત્યાં અરમાનની બંને પત્નીઓ વચ્ચે ખૂબ ઝઘડો થઇ ગયો. હાલમાં જ આ દરમિયાનનો વીડિયો ફેસબુક પર અરમાનની બીજી પત્ની કૃતિકાએ શેર કર્યો હતો, જેમાં બંને વચ્ચે કેટફાઇટ જોવા મળી હતી. વીડિયોમાં જોવા મળ્યું હતું કે ઝઘડા વચ્ચે પાયલ રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. અરમાન આ લડાઈને પ્રેમની લડાઈ ગણાવી રહ્યો છે. થોડા દિવસો પહેલા અરમાને તેની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેટ હોવાના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા,

ત્યારબાદ તે ઘણો ચર્ચામાં આવી ગયો હતો. હવે આ તાજેતરનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા અરમાનના ઘરમાં ઘણી સમસ્યાઓ આવી હતી. એક સંબંધીના લગ્નમાં અરમાનની કાર ચોરાઈ હતી. પાયલે પોતે તેના બ્લોગમાં આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે તેનો આખો પરિવાર તેના સંબંધીના લગ્નમાં હાજરી આપવા માટે હોટલમાં રોકાયો હતો. અરમાનની કાર અહીંથી ચોરાઈ હતી. જણાવી દઈએ કે યુટ્યુબર અરમાને બે લગ્ન કર્યા છે.

અરમાને તેની પહેલી પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે બીજા લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે અરમાન અને પાયલે વર્ષ 2011માં લવ મેરેજ કર્યા હતા. અરમાન અને પાયલને એક પુત્ર પણ છે. પાયલે તેના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં તેની મિત્ર કૃતિકાને આમંત્રણ આપ્યું હતું અને અહીંથી જ કૃતિકા અને અરમાનની મિત્રતા થઈ હતી. થોડા દિવસો પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી અરમાને કૃતિકા સાથે બીજા લગ્ન કર્યા હતા.

અરમાન અને કૃતિકાના લગ્ન બાદ પાયલ તેના પિયર જતી રહી હતી પણ પછી થોડા સમય બાદ પાયલ પરત ફરી અને બધા એકસાથે રહેવા લાગ્યા. થોડા દિવસો પહેલા જ અરમાનની બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેટ થઇ હોવાનો ખુલાસો થયો. ત્યારબાદ અરમાન અને તેની પત્નીઓએ ખુલાસો કર્યો કે કૃતિકા કુદરતી રીતે માતા બની છે, જ્યારે પાયલ આઈવીએફ દ્વારા માતા બનવા જઈ રહી છે. બંને ભલે ગમે તેટલા લડે, પરંતુ તેમની વચ્ચે ઘણો પ્રેમ પણ જોવા મળે છે.

Shah Jina