27 વર્ષની ઉંમરમાં આ યૂટયૂબરનું થયુ મોત, 3 દિવસ પહેલા કહ્યુ હતુ- સીરિયસ કંડીશનમાં છું- ચાહકો જતાવી રહ્યા છે શોક

યૂટયૂબર એંગ્રી રૈંટમૈનનું થયુ મોત ? સોશિયલ મીડિયા પર છવાયો માતમ, અભ્રદીપ સાહાને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે લોકો

સોશિયલ મીડિયા પરથી સામે આવી રહેલા અહેવાલો અનુસાર લોકપ્રિય યુટ્યુબર અભ્રદીપ સાહા કે જે ‘એંગ્રી રૈંટમૈન’ તરીકે જાણિતો હતો તેનું નિધન થઈ ગયું છે. જો કે હાલ તો તેના પરિવાર તરફથી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્વિટર અને Reddit પરની ઘણી પોસ્ટ્સ દાવો કરી રહી છે કે સાહા હવે આ દુનિયામાં નથી રહ્યુ. ગત રાત્રે તેનું નિધન થયું હોવાની ખબર સામે આવી રહી છે.

ત્યારે આ ખબર આવતા જ ઘણા લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધુ. એક યુઝરે લખ્યું- અભ્રદીપ સાહાની આત્માને શાંતિ મળે. અન્ય એક યુઝરે લખ્યું – તે મારા મનપસંદ યુટ્યુબરમાંથી એક છે. તે બહુ જલ્દી જતો રહ્યો છે. 16 એપ્રિલના રોજ સાથી યુટ્યુબર નિયોન મેન શોર્ટ્સે સાહાની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટનો સંદર્ભ આપ્યો, જ્યાં તેણે કહ્યું કે તે થોડા દિવસોમાં ઓપન હાર્ટ સર્જરી કરાવશે.

જો કે, પોસ્ટ પછી તેના સ્વાસ્થ્ય વિશે કોઈ અપડેટ નથી. 15 એપ્રિલે યુટ્યુબર નિયોન મેન શોર્ટ્સે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે સાહાની તબિયત બગડી છે. જો આપણે સાહાની યુટ્યુબ ચેનલ ‘એંગ્રી રૈંટમૈન’ પર નજર કરીએ તો ખબર પડે છે કે તેનો છેલ્લો વીડિયો 8 માર્ચે પોસ્ટ થયો હતો.

આ વીડિયોમાં સાહાએ તેની લાક્ષણિક શૈલીમાં અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સ્ટારર ફિલ્મ ‘શૈતાન’ની સમીક્ષા કરી હતી. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. જણાવી દઇએ કે, અભ્રદીપ સાહાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે અને સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકો તેના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતિત છે અને પરિવાર પાસેથી સત્તાવાર માહિતી માંગી રહ્યા છે.

Shah Jina