લોકો રીલ બનાવવાના ચક્કરમાં કેટલા થઇ ગયા છે ઘેલા, આ ભાઈએ પાણીથી નહિ પરંતુ પેટ્રોલ પંપ પર પેટ્રોલથી ધોઈ બાઈક, જુઓ વીડિયો

આજના યુવાનોને રીલ્સનો જબરો ચસ્કો લાગ્યો છે, જુઓ કેવી રીતે પેટ્રોલ પંપ પર લઇ જઈને યુવકે પેટ્રોલથી ધોઈ બાઈક, લોકોના જીવ મુક્યા જોખમમાં… વાયરલ થયો વીડિયો

Youth washed the bike with petrol : આજે જમાનો સોશિયલ મીડિયાનો અને છે મોટાભાગના લોકોને સોશિયલ મીડિયામાં લાઇક્સ અને ફોલોઅર્સ વધારવા છે અને આના માટે તેઓ કોઈપણ હદ સુધી પણ જતા હોય છે. તમે ઘણા લોકોને જાહેર રસ્તા પર સ્ટન્ટ કે કોઈ એવી હરકતો કરતા જોયા હશે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર તે આવી રીલ બનાવવાના ચક્કરમાં અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બાઇકને પેટ્રોલથી નવડાવતો જોવા મળી રહ્યો છે.

પેટ્રોલથી ધોઈ નાખી બાઈક :

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે કેવી રીતે એક યુવક પહેલા પેટ્રોલ પંપ પર પોતાની બાઇકમાં પેટ્રોલ નાંખી રહ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે ટાંકી ભરાઈ ગયા પછી પણ યુવક ટાંકીમાં પેટ્રોલ નાખતો રહ્યો. યુવક અહીં જ ન અટક્યો, પેટ્રોલને પાણી સમજીને તેણે પોતાની બાઈક પણ ધોઈ નાખી અને આ હાસ્યાસ્પદ કૃત્યનો વીડિયો ઉતારતો રહ્યો. આ વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો શાહબાઝ ખાન નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયો વાયરલ થતા લોકોમાં મચ્યો ખળભળાટ :

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. લોકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે અમરોહા પોલીસે પણ આ મામલાની નોંધ લીધી છે અને કાર્યવાહી કરવાનું કહ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ આવો ભાગ્યે જ આવો કિસ્સો પ્રથમ હશે. જ્યાં વ્યક્તિ પાણીની જેમ પેટ્રોલનો બગાડ કરતો જોવા મળે છે.

લોકોમાં ફૂટ્યો ગુસ્સો :

વીડિયોની કેપશનમાં લખવામાં આવ્યું છે, “જો તમારી પાસે પુષ્કળ પૈસા છે, તમે મોટા સેલિબ્રિટી છો, તો શું, તમને અન્ય લોકોના જીવન સાથે રમવાનો અધિકાર નથી! રીલ બનાવવાની પ્રક્રિયામાં વાહનમાં પેટ્રોલ નાંખવામાં આવ્યું! જો કંઈક અઘટિત બને તો? વાયરલ વીડિયો અમરોહાનો કહેવામાં આવી રહ્યો છે.”  વીડિયો વાયરલ થતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. યુઝર્સનું કહેવું છે કે, ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કરવું ખરેખર શરમજનક છે. તમે તમારી સાથે બીજાના જીવન સાથે પણ રમો છો.

Niraj Patel