ખબર

આ વ્યક્તિએ મંદિર પર માર્યા પથ્થર, કહ્યુ- ભગવાન તે મને ભિખારી બનાવ્યો અને…

લોકડાઉનમાં કામ ધંધો બંધ થયો તો જુઓ યુવકે મંદિરમાં ઘુસીને શું કર્યું…

સમગ્ર દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે કોરોનાને પગલે પહેલા લોકડાઉન લગાવવામાં આવ્યુ હતુ અને તે બાદ ઘણા પ્રતિબંધો હજી સુધી લાદવામાં આવી રહ્યા છે. તેવામાં દિલ્હીના પશ્ચિમપુરી વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે.

પશ્ચિમપુરી વિસ્તારમાં એક યુવકે મંદિરમાં રાખેલી મૂર્તિઓને નિશાન બનાવી હતી કારણ કે લૉકડાઉન દરમિયાન તેનું કામ બંધ થયું હતું હતું અને તે આર્થિક રીતે પડતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો.

Image source

પોલીસના અનુસાર, સવારે અંદાજિત 9 વાગ્યે પશ્ચિમપુરીના માતા વૈષ્ણો મંદિરના પુજારી રામ પાઠક મંદિર આવ્યા તો તેમણે જોયું કે મંદિરના ખુલ્લા ભાગમાં રાખેલી ભગવાન શિવની 2 મૂર્તિયો પોતાની જગ્યા પર નહોતી. આ સિવાય કેટલીક અન્ય મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી.

મંદિરના પ્રાંગણમાં ઈંટ અને પથ્થર વિખેરાયેલા હતા. પુજારીએ આ માહિતી પોલીસને આપી. રામ પાઠકના જણાવ્યા અનુસાર, રાત્રે જ્યારે તેઓ મંદિરથી બહાર નિકળ્યા હતા ત્યાં સુધી તમામ વસ્તુઓ વ્યવસ્થિત હતી. પુજારીની ફરિયાદ પર પોલીસે કેસની તપાસ શરૂ કરી તો જણાયું કે 28 વર્ષના વિક્કીએ આવું કર્યુ છે.

Image source

પોલીસે તેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી હતી અને તે બાદ તેણે જણાવ્યું કે, લૉકડાઉનમાં પહેલા તેનું કબાડીનું કામ બંધ થયું હતું તો ત્યારે તેણે ભગવાનને કહ્યું હતું કે તે મને ભિખારી બનાવી દીધો જેનો બદલો જરૂર લઇશ. એટલે મેં મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું.