ગુજરાતમાં હાર્ટ એટેકે ફરી ઉથલો માર્યો: બાથરૂમમાં નહાતા નહાતા મોત મળ્યું, અને 2 યુવકોના કચ્છમાં મોત, બચવું હોય તો જાણો લક્ષણ-ઉપાય
Youth dies of heart attack in Vadodara : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. રોજ બરોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટકેથી મોત થયું હોવાની ખબર સામે આવતી રહે છે, ત્યારે વડોદરામાં પણ ઘણા યુવકોના હાર યુવકોનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. હાલ વધુ એક યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની ખબર સામે આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)
નાહતા સમયે હાર્ટ એટૅક:
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લામાં આવેલા વાઘોડિયા તાલુકાના જરોદ ગામે આવેલા શિવનંદન સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા 48 વર્ષીય મહેશભાઈ મોતીભાઈ ભાલીયા ગતરોજ બપોરે 12 વાગ્યાની આસપાસ તેમના ઘટના બાથરૂમમાં નાહવા માટે ગયા હતા અને અને નાહીને બાથરૂમમાંથી ઉભા થતી વખતે અચાનક તેમને છાતીના ભાગમાં અસહ્ય દુખાવો ઉપાડ્યો અને ત્યારબાદ તેઓ ઢળી પડ્યા હતા.
સારવાર મળે એ પહેલા મોત :
લાંબા સમય સુધી મહેશભાઈ બાથરૂમની બહાર ના આવતા પરિવારને ચિંતા થવા લાગી હતી અને તેથી તેમને તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં જ બાથરૂમમાં પડેલા હતા. આ જોઈને પરિવારજનો તેમને તાત્કાલિક નજીકમાં આવેલ જરોદ રેફરલ હોસ્પિટકળ લઈને ગયા હતા. પરંતુ મહેશભાઈને સારવાર મળે એ પહેલા જ તેમને મોત મળ્યું હતું. તબીબે તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમના મોતથી પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે.
વધુ એક સમાચાર મળ્યા છે જેમાં હવે કચ્છમાં બે યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે. વિગતો મુજબ કચ્છ જિલ્લાના ભુજમાં બે યુવકોનું હ્યદય બંધ પડી જતાં મોત થયું છે. ભુજમાં રહેતા 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મોત થયું છે. આ તરફ ભુજમાં જ 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મોત થયું છે.
એક વાત યાદ રાખજો કે જયારે પણ હાર્ટના કોઈ પાર્ટમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે ને પછી માણસનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
ડરામણી વાત એ છે કે જ્યારે જીમમાં વર્કઆઉટ કરતા માણસ કે પછી ડાન્સ કરતી વખતે માણસને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.