22 વર્ષીય જય પટેલનો આપઘાત: ઝેરી દવા ગટગટાવી માતા-પિતાને જગાડ્યા, સારવારમાં મોત નિપજ્યું
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Youth commits suicide in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના નાની ઉંમરના યુવકો અને યુવતીઓ કોઈને નાની એવી વાતમાં પણ આપઘાત જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી કે પ્રેમ સંબંધો અને ઘણા તો નાની ઉંમરમાં જ શેર બજારમાં પૈસા ડૂબી જતા અને દેવું થઇ જવાના કારણે પણ મોતને વહાલું કરી લેતા હોય છે. ત્યારે હાલ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 22 વર્ષના યુવકે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.
22 વર્ષના યુવકનો આપઘાત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ નજીક કોઠારીયા ગામ પાસે આવેલા શાનદાર ટાઉટ શીપમાં રહેતો 22 વર્ષીય જય વિનોદભાઈ પટેલ કારખાનામાં જોબવર્ક કરતો હતો. ગતરોજ વહેલી સવારે તેને કોઈ કારણસર ઝેરી દવા ગટગટાવી લીધી અને પછી તેના માતા પિતાને ઉઠાડીને તેને દવા પીધી હોવાનું જણાવતા જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન જ યુવક મોતને ભેટતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
પોલીસે શરૂ કરી તપાસ :
તેના પિતા પણ કારખાનામાં મજૂરી કામ કરે છે. ત્યારે મામલા અંગે જાણ થતા જ આજીડેમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. જય પટેલે ક્યાં કારણે ઝેરી દવા પી અને મોતને વહાલું કર્યું હતું તે હવે તપાસનો વિષય બની ગયો છે. મૃતકને એક મોટી બહેન પણ છે ત્યારે પરિવારના એકના એક દીકરાના મોતના કારણે માતા પિતા અને બહેનના રડી રડીને હાલ બેહાલ થઇ ગયા છે.
સવારે 4 વાગે દવા પી અને માતા પિતાને ઉઠાડ્યા :
22 વર્ષીય જય પટેલે વહેલી સવારે 4 વાગે દવા પીધી હતી અને દવા પીધા બાદ પોતાના માતા પિતા પાસે આવ્યો અને પોતે ઝેરી દવા પીધી છે તેવી વાત કરતા જ તેના માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. યુવકને તાત્કાલિક સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલ શુભમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન જ તેને આખરે દમ તોડી દીધો હતો. હાલ પોલીસ તપાસ બાદ તેના આપઘાતનું સાચું કારણ સામે આવશે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Source: sanjsamachar