સુરત : મજાક મજાકમાં મોત ! યુવાને એર મશીનની પાઈપ સહકર્મીના ગુદાના ભાગે નાખી અને પછી…

ગુજરાતના સુરત શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. આ ઉપરાંત ગંદા કૃત્યો પણ વધી રહ્યા છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે ચકચાર જગાવી મૂકી છે. સુરતમાંથી હાલમાં વિચારી પણ ન શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. મિત્રની મજાક મસ્તી એક યુવક માટે એટલી ભારે પડી કે યુવકનો જીવ પણ જતો રહ્યો. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને એક મિત્ર સાથે ગંદી હરકત કરી હતી. લગભગ પંદરેક દિવસ અગાઉ સુરતના પલસાણામાં કારીગરે મજાક મજાકમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાખી અને હવા ભરી હતી, જે બાદ તે યુવકને ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના પલસાણાની એક મિલમાં લગભગ પંદરેક દિવસ પહેલા યુવાને મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે હવાનો પાઇપ નાખી દેેતા યુવકના પેટમાં હવા ભરાઇ ગઇ હતી, જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં ગુરુવારના રોજ તેનું મોત નિપજ્યુ હતુ. હાલ તો આ મામલે પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બલેશ્વર ગામે મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા ભાડે રહે છે તે પલસાણામાં કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી અને ગુજરાન ચલાવે છે ત્યારે 30 જાન્યુઆરીના રોજ તેણે સહકર્મી કૃષ્ણા કાન્હાલાલ ચૌધરીએ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો અડાડી દીધો હતો.

આ દરમિયાન શાહબુદ્દીનના પેટમાં હવા જતા પેટમાં દુઃખાવો ઉપડતા તેને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી અને ચલથાણ સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 17 ફેબ્યુઆરીના રોજ તેનું  મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે.

Shah Jina