વાહ શું ક્રિએટીવિટી છે સુરતીઓની…ટાર્ઝન ફિલ્મ પરથી આવ્યો આઈડિયા અને બનાવી દીધુ રસ્તા પર ચાલતુ ઘર- જુઓ વીડિયો

સુરતના યુવકોનું અદ્ભૂત કારનામું ! રસ્તા પર દોડતી ઝૂંપડી જેવી કાર જોઇ બધા રહી ગયા હક્કા-બક્કા, યુઝર્સને આવી અજય દેવગનની ફિલ્મ ટાર્ઝનની યાદ

જ્યારે સોશિયલ મીડિયા પર કંઈક અનોખું જોવા મળે તો યુઝર્સ તેને ખૂબ શેર કરે છે અને કમેન્ટ્સ પણ કરે છે. એવું કહેવાય છે કે ભારત બિગિનર્સ માટે નથી એટલે કે નવા નિશાળીયા માટે નથી, જ્યારે કોઈ વસ્તુ જબરદસ્ત સર્જનાત્મકતા સાથે બનાવવામાં આવી હોય ત્યારે તેનો વધુ ઉપયોગ થાય છે.

સુરતમાં પણ યુવકોના ગ્રુપે આવું જ કર્યું છે. તેઓએ ઝૂંપડી જેવી ચાલતી કાર બનાવી અને તેને રસ્તા પર પણ ચલાવી. રસ્તા પર જતા લોકો ઝૂંપડી જેવી કાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ બેટરી ઓપરેટેડ ‘હોમ કાર’ યુઝર્સને ઘણી પસંદ આવી રહી છે. યુઝર્સ આ વીડિયો પર ઉગ્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આ જોઈને તો ઘણા લોકોને અજય દેવગનની ફિલ્મ ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’ યાદ આવી ગઈ. જણાવી દઇએ કે, સુરતની ક્રિએટીવ સાયન્સની ટીમે આ ક્રિએટીવિટી કરી છે, સુરતના આ યુવાનો અવારનવાર એન્ટિક વસ્તુઓ બનાવે છે અને હવે તેમણે રસ્તા પર ચાલતું ઘર બનાવ્યું.

યુવકોને આ આઇડિયા અજય દેવગનની ફિલ્મ ટાર્ઝન પરથી આવ્યો હતો. જો કે, જાણવા મળ્યા મુજબ ચાલતા ઘરનો આ પ્રોજેક્ટ ફન પર્પસથી બનાવવામાં આવ્યો છે. બેટરીથી ચાલતા આ હોમ કારની સ્પીડ 15થી20 કિલોમીટર હોવાનું કહેવાઇ રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina