લાંબા સમયથી રાહ જોવાતી “RRR” ફિલ્મ રિલીઝ થતા જ થિયેટરમાં જોવા ગયેલા એક દર્શકનું થયું મોત, કારણ જાણીને હોશ ઉડી જશે

છેલ્લા ઘણા સમયથી દર્શકો સાઉથની ફિલ્મ “RRR”ની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, જે ગત શુક્રવારના રોજ રિલીઝ થઇ અને હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર પણ ધૂમ મચાવી રહી છે. દર્શકો આ ફિલ્મને ભરપૂર માણી રહ્યા છે. એસએસ રાજામૌલીની આ ફિલ્મનો ક્રેઝ આખા દેશમાં જોવા મળી રહ્યો છે.

ત્યારે આ દરમિયાન ફિલ્મને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મ જોવા માટે ગયેલા એક દર્શકનું મોત નીપજ્યું છે. આ ઘટના આંધ્ર પ્રદેશના અનન્તપુર જિલ્લામાં બની છે. જ્યાં શુક્રવારના એજ એસવી થિયેટરમાં મોર્નિંગ શોની અંદર ફિલ્મ જોવા માટે ગયેલા એક 30 વર્ષીય ઓબુલેસુ નામનો વ્યક્તિ પડી ગયો.

આ વ્યક્તિના પડતા જ અફરા તફરીનો માહોલ સર્જાયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. તે વ્યક્તિ પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા માટે ગયો હતો અને ફિલ્મ દરમિયાન તે સીન જોઈને બુમાબુમ પણ કરી રહ્યો હતો.

RRR ફિલ્મને લઈને દર્શકોમાં પણ ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ ફિલ્મ કમાણીના મામલામાં પણ બધા જ રેકોર્ડ તોડી નાખવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફિલ્મે રિલીઝ થતા પહેલા જ ડિસ્ટ્રીબ્યુશન, સેટેલાઈટ, મ્યુઝિક જેવા રાઈટ્સ વેચીને ફિલ્મે લગભગ 800 કરોડની કમાણી કરી લીધી છે.

ફિલ્મ રિલીઝ થયા પહેલા પણ એવી ખબરો સામે આવી હતી કે થિયેટર માલિકોએ પડદાની આગળ તારની વાડ પણ લગાવી દીધી હતી જેના કારણે દર્શકો પડદા પાસે આવીને તેને નુકશાન ના પહોચાવે, કારણ કે આ ફિલ્મમાં એક સાથે બે સુપરસ્ટાર હોવાના કારણે દર્શકો પણ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત હતા.

Niraj Patel