અ’વાદના હાઈ ફાઈ વિસ્તારમાં અંડરવેરમાં યુવાને પાડોશી ભાભીને બાથ ભીડી, કપડાં ફાડી અને…
આપણા દેશની અંદર છેડતીના બનાવો ઠેર ઠેર બનતા જોવા મળે છે, ત્યારે હાલ અમદાવાદમાંથી પણ એક એવો કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં અમદાવાદના પૉશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર એક યુવકે અન્ડરવેર પહેરી અને પાડોશમાં રહેતી પરણિતા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સિંધુ ભવન રોડ પર આવેલા એક ધનાઢ્ય બિલ્ડીંગમાં એક યુવક પાડોશમાં રહેતી પરિણીતા સાથે રોજ અડપલાં કરીને હેરાન કરતો હતો, જે બાબતે પરિણીતાના પતિનો તે યુવક સાથે ઝઘડો પણ થયો હતો.

ઝઘડા દરમિયાન યુવકે પરિણીતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પરંતુ યુવકને આ ઝઘડા બાદ પણ કોઈ ફર્ક પડ્યો નહોતો અને તેને પરિણીતાને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. પરણિતા જયારે પોતાની બાલ્કનીમાં આવતી ત્યારે યુવક અન્ડરવેર પહેરી અને સામે ઉભો રહેતો હતો છતાં પણ પરણિતા તેને નજરઅંદાજ કર્યા કરતી હતી,
પરંતુ હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે પરિણીતાની એકલતાનો લાભ લઈને યુવકે અન્ડરવેરમાં જ મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. બળજબરી કરતા સમયે પરણિત મહિલાના કપડાં પણ ફાટી ગયા હતા, અને યુવક તેને બળજબરી રૂમમાં લઇ જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો,
પરંતુ મહિલાએ ચીસાચીસ કરતા આસપાસના પાડોશીઓ ત્યાં આવી ગયા હતા અને વાસનાના ભૂખ્યા તે યુવકની ચુંગલમાંથી પરણિત મહિલાને બચાવી હતી. આ શરમજનક ઘટનાને લઈને પરણીતાએ વસ્ત્રાપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લીધી છે. પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ કરીને યુવકને ઝડપી લેવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.