યુવક પર લાઠી-દંડાથી વાર કરી મારી નાખ્યો, કસૂર બસ એટલો જ કે બીજા સમુદાયની છોકરીને કરતો હતો પ્રેમ, હોટલમાં બોલાવી અને પછી…

બીજા ધર્મની યુવતીને લઈને સ્વપ્નિલ હોટેલમાં ગયો, યુવતીના પરિવાર વાળાએ ડંડા અને રોડથી ટીપી ટીપીને મારી નાખ્યો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ તો કેટલીક વાર અંગત અદાવત પણ કારણ હોય છે. ત્યારે હાલમાં આખા દેશમાં દિલ્લીનો શ્રદ્ધા વાલકર હત્યા કેસ ઘણો ચર્ચામાં છે. શ્રદ્ધાની તેના લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ હત્યા કરી હતી અને પછી 35 ટુકડા કર્યા હતા. જે બાદ તેણે ઘીરે ધીરે આ ટુકડાઓનો નિકાલ કર્યો હતો. જો કે, આ કેસ સામે આવ્યા બાદ આફતાબની ધરપકડ પણ કરવામાં આવી હતી.

હાલ આફતાબ પોલિસ કસ્ટડીમાં છે અને રોજ આ મામલે નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે હાલ મહારાષ્ટ્રના નાંદેડમાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકની લવ અફેરને કારણે લાઠી અને રોડથી માર મારી હત્યા કરી દેવામાં આવી. સ્વપ્નિલ નાગેશ્વર નામના યુવકની હત્યા કરવાના આરોપમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મારપીટની આ ઘટના સીસીટીવમાં કેદ થઇ જવા પામી હતી. જે આધારે આરોપીઓની ઓળખ કરી હત્યાના 48 કલાકની અંદર જ પોલિસે બધાની ધરપકડ કરી હતી.

જાણકારી અનુસાર, નાંદેડના દેગવાચલ વિસ્તારમાં સ્વપ્નિલ નાગેશ્વરના પાડોશમાં રહેનાર યુવતિ સાથે તેનું લવ અફેર હતુ. હત્યાના બે દિવસ પહેલા તે તેની પ્રેમિકા સાથે હોટલ ગયો હતો. આ વાતની ભનક પ્રેમિકાના પરિવારવાળાને થઇ ગઇ હતી. તે બાદ તેના પરિજનોએ સ્વપ્નિલને પોતાના ઓળખનારની મદદથી લિંગાયત સ્મશાન ઘાટ પર બોલાવ્યો અને અહીં બધાએ તેને દંડા અને રોડથી માર્યો. તેને એટલો ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો કે યુવકની દર્દનાક મોત થઇ ગઇ.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ તેઓ સ્વપ્નિલની લાશને ત્યાં જ છોડી ભાગી ગયા હતા. જે બાદ કોઇએ આ વિશેની જાણકારી પોલિસને આપી અને ઘટના સ્થળે પહોંચેલી પોલિસે લાશને કબ્જામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. લિંગાયત શ્મશાન ઘાટ એરિયામાં લાગેલા સીસીટીવીને સ્થાનીય અપરાધ શાખાની ટીમે ચેક કર્યા અને તેમાં જોવા મળ્યુ કે, ડઝનથી વધારે લોકો સ્વપ્નિલ સાથે મારપીટ કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

તે બાદ પોલિસે મુખ્ય આરોપી શૈજાદ ખાન, એજાજ ખાન, મુહમ્મદ સદ્દામ, મુહમ્મદ કુરૈશી, મુહમ્મદ ઉસામા, મુહમ્મદ સાજિદ કુરૈશી, શેખ અયાન, શેખ ઇમામ, સોહેલ ખાન, સાહબ ખાન, સૈયદ ફરહાન, ઉબૈદ ખાન યૂનુસની ધરપકડ કરી હતી. બધા હત્યારા પર વજીરાબાદ પોલિસ સ્ટેશનમાં ધારા 302 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો. આરોપીએને કોર્ટમાં પેશ કર્યા બાદ ત્રણ દિવસની પોલિસ રિમાન્ડમાં લેવામાં આવ્યો હતો.

Shah Jina