લોકોથી એક નથી સચવાતી ત્યાં આ ભાઈએ કરી લીધા આઠ-આઠ લગ્ન, બધા સાથે રોમાન્સ કરવા માટે નક્કી કર્યો છે સમય, જુઓ વીડિયો

કિસ્મતનો ઘણી છે આ યુવક, જેને એક-બે નહિ પરંતુ આઠ-આઠ છે પત્નીઓ, દરેક પત્ની સાથે પહેલી નજરમાં થયો પ્રેમ, કોઈ મળી સોશિયલ મીડિયામાં તો કોઈ મંદિરની બહાર

સોશિયલ મીડિયા ઉપર ઘણી એવી કહાનીઓ વાયરલ થતી હોય છે જે કોઈના પણ હોશ ઉડાવી દે. ત્યારે લગ્ન જીવન સાથે જોડાયેલી કહાનીઓ જાણવામાં પણ લોકોને ખુબ જ રસ હોય છે. આપણા દેશમાં ઘણા લોકો એવા છે જે એક અથવા બે પત્નીઓ ધરાવતા હોય છે, પરંતુ હાલમાં એક એવા વ્યક્તિની કહાની વાયરલ થઇ રહી છે જેને એક-બે નહિ પરંતુ આઠ-આઠ પત્નીઓ છે.

આ વ્યક્તિનું નામ છે ઓન્ગ ડૈમ સોરોટ. જે થાઈલેન્ડનો રહેવાસી છે. સોરોટને તેની દરેક પત્ની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઇ ગયો હતો. વ્યવસાયે ટેટુ આર્ટિસ્ટ સોરોટ આજે આઠ પત્નીઓનો પતિ છે. સૌથી મોટી વાત તો એ છે કે તેની દરેક પત્ની કોઈપણ જાતના વિવાદ વિના એક જ ઘરમાં સાથે હળીમળીને રહે છે.

સોરોટની બધી જ પત્નીએ તેને ખુબ જ પ્રેમ પણ કરે છે અને તેને દુનિયાનો સૌથી સજ્જન માણસ પણ માને છે. સોરોટે એલ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેની પત્નીઓ ચાર અલગ અલગ બેડરૂમમાં સુઈ જાય છે અને પોતાના પતિ સાથે સુવા માટે પોતાના વારાની પણ રાહ જુએ છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ટેટુ આર્ટિસ્ટ સોરોટ એક ટીવી શોમાં નજર આવ્યા બાદ જ ચર્ચામાં આવી ગયો. ટીવી શોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેને જણાવ્યું કે તેની 8 પત્નીએ એક બીજા સાથે ખુબ જ સારી રીતે રહે છે અને એ બધી જ “સામંજસ્યપૂર્ણ પારિવારિક સંબંધ” રાખે છે. તેના આ ઇન્ટરવ્યુને એકલા યુટ્યુબ ઉપર 30 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો હતો.

ઇન્ટરવ્યુ દરમિયાન, સોરોટે જણાવ્યું કે તે તેની પત્નીઓને કેવી રીતે મળ્યો હતો. સોરોટ કહે છે કે દરેક વખતે તે પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યો હતો. તે તેની પ્રથમ પત્ની નોંગ સ્પ્રાઈટને મિત્રના લગ્નમાં મળ્યો હતો. જ્યારે તે બજારમાં તેની બીજી પત્ની નોંગ એલને મળ્યો. આશ્ચર્યજનક રીતે, નોંગ અલ સોરોટની પ્રથમ પત્ની વિશે જાણતા હોવા છતાં, તેણી તેની સાથે લગ્ન કરવા સંમત થઈ.

સોરોટ તેની ત્રીજી પત્નીને હોસ્પિટલમાં મળ્યા, જ્યારે ચોથી, પાંચમી અને છઠ્ઠી પત્ની અનુક્રમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટિક્ટોક પર મળી. જેના બાદ તેની માતા સાથે ધાર્મિક સ્થળ પર જતી વખતે સોરોટ સાતમી પત્ની નોંગ અને પછી આઠમી પત્ની નોંગ માઈને રજાઓ દરમિયાન મળ્યો, જ્યાં તેની અન્ય પત્નીઓ પણ હાજર હતી.

રિપોર્ટ પ્રમાણે સોરોટના સફળ લગ્નનું રહસ્ય તેનો મોહક છતાં કાળજી રાખનારો સ્વભાવ હોવાનું જણાય છે. ટીવી ચેનલ સાથે વાત કરતાં તેની તમામ પત્નીઓએ સર્વસંમતિથી સંમતિ આપી કે તે “ખૂબ જ કાળજી રાખનાર અને વિચારશીલ વ્યક્તિ” છે. પત્નીઓએ પણ સર્વસંમતિથી કહ્યું – “તે અમારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે, અમારી પાસે ઝઘડો કરવા માટેની કોઈ વાત જ નથી.”

જ્યારે પૂછવામાં આવ્યું કે શા માટે સ્ત્રીઓએ પહેલેથી જ પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, તો બધી સ્ત્રીઓ સંમત થઈ કે તેઓ “તેના પ્રેમમાં પાગલ છે.” મહિલાઓએ પૈસા માટે લગ્ન કર્યા હોવાની અફવાઓને ફગાવી દીધી હતી.

Niraj Patel