પોળો ફોરેસ્ટ જતા પહેલા ચેતી જજો: કિશોરનું મોત, આણંદથી 9 મિત્રો ઇકો કાર લઈને આવ્યા હતા…!

Polo Forest Incident : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં સાબરકાંઠામાંથી એક મામલો સામે આવ્યો છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને રજાઓ માણવા અને ખાસ કરીને ગરમીની સીઝનમાં લોકો નદીમાં ન્હાવા જવાનો આનંદ માણતા હોય છે. પણ કેટલીકવાર મજા સજમાં પરિણમતી હોય છે.

ત્યારે હાલમાં જ એક ઘટના પોળો ફોરેસ્ટમાંથી સામે આવી છે. અહીં ન્હાવા જતા ડૂબી જવાની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યા છે. આણંદથી 9 મિત્રો ઈકો કાર લઈને ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન પોળોમાં દરગાહ નજીકથી વહેતી નદીમાં પાંચ મિત્રો ન્હાવા માટે પડ્યા અને આ પૈકીનો અરસીલ વોરા નામનો યુવક ડૂબી ગયો.

જો કે તેને પાણીમાંથી બહાર કાઢવા ફાયર વિભાગ અને વિજયનગર પોલીસે તજવીજ હાથ ધરી પણ તે મૃત અવસ્થામાં મળી આવ્યોતો. વિજયનગર પોલીસ સ્ટેશનના જીઆરડી જવાને મૃત યુવાનને બહાર કાઢ્યો હતો.પોલીસે વિજયનગર સરકારી હોસ્પીટલમાં લાશને પીએમ માટે ખસેડી છે.

આ ઉપરાંત અમરેલીથી પણ આવો જ એક મામલો સામે આવ્યો, જેમાં 17 વર્ષના કિશોરનું મોત નિપજ્યું. મૃતક સાવરકુંડલાનો હતો અને તે તેનું નામ જુનેશ રુસ્તમ બેલિમ હતુ. તેનું પણ મોત ડૂબી જવાને કારણે થયુ હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina