રાજકોટ : હોટલમાં એવું તો શું થયુ કે પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પોતે પણ એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આનું કારણ માનસિક ત્રાસ, અંગત અદાવત અને પ્રેમ સંબંધ હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી લીધુ હતુ. આ ઘટનાની જાણ થતા જ પોલિસ દોડી ગઇ હતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઉપરાંત યુવતિની લાશને પણ પીએમ માટે મોકલી આપી હતી. યુવક કચ્છનો અને યુવતિ જામનગરની હોવાનું પોલિસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. જામનગરની યુવતિ અને કચ્છનો યુવક કે જેનું નામ જેમીશ છે તે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યુ હતુ.

Image source

ત્યાં આ બાબતે એસીરીએ જણાવ્યુ હતુ કે યુવકે યુવતિની પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કરી હોાનું પ્રાથમિક તારણ છે. તે બંને ગઇકાલના રોજ સવારે 9 વાગ્યા આસપાસ નોવા હોટલમાં આવ્યા હતા અને તેઓ 301 નંબરના રૂમમાં રોકાયા હતા. યુવકે પહેલા યુવતિની હત્યા કરી અને તે બાદ પોતે એસિડ પીધા પહેલા પરિવારને જાણ કરી. હાસ તો એ તપાસ કરવામાં આવી રહી છએ કે તે હોટલમાં એસીડ કેવી રીતે લઇ ગયો, પોલિસે બંનેના ફોન પણ કબ્જે કર્યા છે અને પોલિસને રેકોર્ડિંગ પણ ફોનમાંથી મળી આવ્યા છે.

Image source

મૃતક યુવતિ સગીરા હોવાનું સામે આવ્યુ છે ત્યારે હોટલમાં રૂમ રાખવા આધારકાર્ડમાં છેડછાડ કરી હતી. યુવતિની ઉંમર 17 વર્ષ છે. હોટલ સંચાલોએ પુરાવા યોગ્ય રીતે તપાસ્યા વગર રૂમ આપતા સવાલ ઉઠ્યા છે. હાલ તો યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે મૃતક યુવતિના પિતાએ જણાવ્યુ કે, ગઇકાલ સવારથી જ તેમની દીકરીનો ફોન બંધ આવતો હતો અને સાંજ સુધી તે ઘરે ના આવતા ફોન કર્યો હતો.

Image source

જેમિશે યુવતિની હત્યા કરી નાખી હોવાની વાત કરી અને કહ્યુ કે તે પણ આપઘાત કરે છે. તેણે ફોનમાં જણાવ્યુ હતુ કે તે કરણપરા રોડ પર જે નોવા હોટલ આવી છે ત્યાં છે. આ બાબતે તેમણે આગળ કહ્યુ કે, પ્રેમ સંબંધ વિશે તેમને કંઇ જાણ ન હતી. યુવક પણ માત્ર ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઇ હતી. ત્યારે તેમણે માંગ કરી છે કે તેમની દીકરીના હત્યારા સામે કડક કાર્યવાહી થાય.

Shah Jina