“કમો તો ભગવાનનું આપેલું ઘરેણું કહેવાય, એને નચાવાય નહિ, ધુણાવાય નહિ” લોકકલાકાર યોગેશ બોક્ષાએ કહી કમા ઉપર મોટી વાત, જુઓ શું કહ્યું

હાલ આખા ગુજરાતમાં એક નામ ખુબ જ જાણીતું બની ગયું છે અને એ નામ છે કમાનું. જેને થોડા સમય પહેલા કોઈ ઓળખતું પણ નહોતું એ કમાને આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે અને હવે તો તે ગુજરાતનો હીરો બની ગયો છે. ગુજરાતમાં યોજાતા ઠેર ઠેર ડાયરાના કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમોમાં કમાની હાજરી જોવા મળે છે.

ત્યારે કમાને લઈને લોકો અલગ અલગ નિવેદનો પણ આપતા હોય છે. હાલમાં જ લોકકલાકાર યોગેશ ગઢવી બોક્ષાએ પણ કમાને લઈને એક નિવેદન આપ્યું છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મોરબીમાં કોરોનાના દિવંગતોની આત્માની શાંતિ અને મોક્ષરથ માટે યોજાયેલા ભાગવત સપ્તાહમાં યોગેશ ગઢવી પણ ઉપસ્થતિ રહ્યા હતા

આ ડાયરા પ્રસંગે યોગેશ ગઢવીએ દિવ્યાંગ કમા વિશે પણ વાત કરી હતી. તેમને શરૂઆતમાં જણાવ્યું હતું કે ” મને કોઈએ પૂછ્યું હતું કે તમે કમાને લાવશો ? ત્યારે મેં કહ્યું હતું કે કમો તો દિવ્યાંગ બાળક છે, એને દુઃખી ના કરાય. એની માનસિક સ્થિતિ શું હોય, એના માનસિક તોફાનો શું હોય એ આપણે સમજી ના શકીએ. એને લવાય નહિ.”

તેમને આગળ જણાવ્યું કે “ત્યારે મેં એમને જવાબ આપ્યો હતો કે આજના કલાકારો કમો લઇને આવે છે, હું તો 20 વર્ષ પહેલા ‘નમો’ લઇને આવ્યો હતો કમો લઈને નહિ. !” ત્યારે ડાયરામાં બેઠેલા લોકોએ પણ તાળીઓના ગળગાડટ કરી મુક્યા હતા. તેમનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ઉપરાંત યોગેશ ગઢવી એમ પણ કહેતા જોવા મળ્યા હતા કે “એક દિવ્યાંગ બાળક કમો અત્યારે બધે આવે છે. તો મને કોઈએ કહ્યું કે તમે કમો લઇ આવશો ? ત્યારે મેં જવાબ આપ્યો હતો કે કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે. એનો ઉપયોગ ના કરાય સાહેબ. તેને ધુણાવાય નહિ, તેને નચાવાય નહિ. આ કોઈ નહિ બોલી શકે પણ યોગેશ મોક્ષો બોલું છું.”

ઉલ્લેખનીય છે કે, ડાયરામાં નાચતા વીડિયો થકી ઘરે ઘરે ફેમસ થયેલો કમો મૂળ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલાં કોઠારિયા ગામનો વતની છે. કમાનુ અસલી નામ કમલેશ છે. જોત-જોતામાં કમો હવે એક ફેમસ સેલિબ્રિટી બની ગયો છે. લોકો તેને કમાભાઈ કહીને માન સન્માન સાથે વિવિધ કાર્યક્રમોમાં આવવા માટે આમંત્રણ પાઠવે છે. અને ત્યાં વિવિધ કાર્યક્રમોમાં કમાભાઈને લોકો ઘણાં પૈસા પણ આપે છે.

કમાભાઈને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. કમાભાઈના પેરેન્ટ્સ પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈના માતા-પિતાએ કહ્યું હતું કે કમો જ્યારે નાનો હતો ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેનામાં ભજનમાં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના દરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.

Niraj Patel