જામનગરમાં પીળા તરબૂચની બોલબાલા ! શું તમે ક્યારેય જોયા છે પીળા તરબૂચ ? સ્વાદ એવો કે લાલ તરબૂચ પણ ભૂલી જશો

ઉનાળામાં અનેક પ્રકારના સિઝનલ ફળો મળે છે, જેમાં પાણીનું પ્રમાણ સૌથી વધુ હોય છે અને આમાંથી જ એક છે તરબૂચ. તરબૂચ ખાવાથી તમે ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશનથી સુરક્ષિત રહેશો. વાસ્તવમાં, તરબૂચમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. આ સાથે તેમાં ફાઈબર, આયર્ન, વિટામિન એ, સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, લાઈકોપીન વગેરે પણ હોય છે.

તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાની સાથે અનેક પ્રકારના પોષક તત્વો પણ હોય છે., જે ઉનાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનથી બચાવે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતા જ જામનગર બજારમાં તરબૂચનું જંગી આવક અને વેચાણ થતું હોય છે. જો કે જામનગરમાં લાલ નહીં પણ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે.

આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણી વધારે હોય છે. આ તરબૂચને ઓર્ગેનિક રીતે તૈયાર થતા હોવાનો દાવો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે અને કિંમત લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે. જો કોઈ વ્યક્તિ એક વખત પીળું તરબુચ ચાખી લે તો લાલ તરબૂચ ખાવાનું ભૂલી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sarita solanki (@news_with_sarita)

Shah Jina