બધાની સામે KGF સ્ટાર યશે માંગી માફી, જાણો આખરે કેમ અભિનેતાએ કર્યુ આવું

બોઇલવુડના હીરોને પછાડી દેનાર KGF 2 ના દિગ્ગજ અભિનેતાએ માંગી માફી, જાણો શું હતો મામલો

સાઉથ સુપરસ્ટાર અને KGF સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2ને રીલિઝ થવાને બસ હવે થોડા જ કલાક બાકી છે, ત્યારે યશ ફિલ્મની રિલીઝ પહેલા જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તેણે ફિલ્મને લગતી ઘણી ઈવેન્ટ્સમાં હાજરી આપી છે. તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. આ સંબંધમાં ગતરોજ આંધ્રપ્રદેશમાં એક પ્રેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. યશ આ પ્રસંગમાં આવ્યો પણ તેને અહીં પહોંચવામાં લગભગ દોઢ કલાકનો વિલંબ થયો. આવી સ્થિતિમાં, અભિનેતાએ ગુસ્સે થયેલા મીડિયા લોકોની નમ્રતાપૂર્વક માફી માંગી. યશે માફી માંગતા કહ્યું કે તેને ખબર ન હતી કે ઇવેન્ટ 11 વાગ્યાની છે.

તેણે કહ્યુ- એક્સ્ટ્રેમલી સોરી સર. મને ખબર નહોતી. મને જ્યાં જવા માટે કહેવામાં આવે છે ત્યાં હું જાઉં છું. જો શોમાં દસ મિનિટનો વિલંબ થયો હોય તો માફ કરશો. તમે વિલંબનો મુદ્દો ઉઠાવ્યો ત્યાર બાદ જ મને તેની જાણ થઈ છે. હું સમયનું મહત્વ સમજું છું. અમે પ્રાઈવેટ જેટ લઈ રહ્યા હોવાથી ટેક-ઓફ અને લેન્ડિંગમાં થોડો સમય લાગી રહ્યો છે. તમને બધાને રાહ જોવા માટે હું દિલથી ક્ષમા ચાહું છું. યશે જે રીતે નમ્રતાપૂર્વક માફી માંગી તેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ચાહકો કહી રહ્યા છે કે બહુ ઓછા એવા સ્ટાર્સ છે જે પોતાની ભૂલ માટે માફી માંગે છે.

તો કેટલાક કહે છે કે યશનું આ વર્તન બતાવે છે કે તે સાચો સ્ટાર છે. ફિલ્મ KGF વિશે વાત કરીએ તો ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમે KGFના એડવાન્સ બુકિંગ દ્વારા આનો પુરાવો જાણી શકશો. જણાવી દઈએ કે ફિલ્મના હિન્દી વર્ઝન માટે અત્યાર સુધીમાં 11 કરોડ એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. જ્યારે RRR ફિલ્મનું હિન્દીમાં 5 કરોડનું એડવાન્સ બુકિંગ થયું હતું. એટલે કે ફિલ્મ KGF ચેપ્ટર 2 એ પણ એડવાન્સ બુકિંગ સાથે RRRને માત આપી છે.

KGF ચેપ્ટર 2ને ભારતમાં તમામ ભાષાઓમાં 20 કરોડનું એડવાન્સ બુકિંગ મળ્યું છે. KGF ચેપ્ટર 2 પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે જે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ KGF ચેપ્ટર 1 ની સિક્વલ છે. પ્રથમ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી. પ્રથમ ફિલ્મે વૈશ્વિક સ્તરે 250 કરોડની કમાણી કરી હતી. KGF ચેપ્ટર 2 માં યશ સાથે સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે.નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ KGF 2 14 એપ્રિલે રિલીઝ થઈ રહી છે.

Shah Jina