સગાઇ બાદ ફરવા ગયેલા કપલને નડ્યો ભીષણ અકસ્માત, થયુ મોત, છીનવાઇ ગઇ બે પરિવારની ખુશીઓ

સગાઈ પછી નીકળેલું કપલની કટરથી પતરા કાપી લાશો કઢાઈ, લગ્ન પણ નક્કી થઇ ગયેલા, રુવાડા ઉભા કરી દેશે તસવીરો

ગુજરાત સમેત દેશભરમાંથી લગભગ દરરોજ કેટલાક અકસ્માતો થાય છે, જેમાંના ઘણા ભીષણ પણ હોય છે. ત્યારે હાલમાં એક અકસ્માતની એવી ખબર સામે આવી છે, જેણે બે પરિવારોને અંદરથી તોડી નાખ્યા છે. મથુરાના પોલિસ સ્ટેશન બલદેવ ક્ષેત્રમાં શુક્રવારના રોજ રાત્રે યમુના એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત થયો હતો. એક્સપ્રેસ વે પર માઇલસ્ટોન 135 પાસે એક કાર અજ્ઞાત વાહન સાથે ટકરાઇ હતી.

અકસ્માતમાં કાર સવાર યુવક અને યુવતિ બંનેના મોત નિપજ્યા હતા. બંને મૃતકના જલ્દી જ લગ્ન થવાના હતા અને બંને પરિવાર પણ લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. પરિવારોમા પણ ખુશીનો માહોલ હતો. પરંતુ એક જ ઝાટકે આ ખુશી માતમમાં ફેરવાઇ ગઇ. પોલિસને અકસ્માતની જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી હતી અને પછી લાશને પીએમ માટે મોકલવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે યુવક અને યુવતી દિલ્હીના રહેવાસી હતા.

ઉત્તર પશ્ચિમ દિલ્હીના આરકે પુરમ સેક્ટર આઠમાં રહેતો વિશાલ તેની મંગેતર અલ્કા સાથે કારમાં આગ્રા જઈ રહ્યો હતો. બલદેવ વિસ્તારમાં તેમની કાર આગળ વધી રહેલા વાહન સાથે અથડાઈ હતી. અકસ્માતમાં વિશાલ અને અલકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માહિતી મળતા જ પોલીસ સ્ટેશન અને એક્સપ્રેસ વેના કર્મચારીઓ પહોંચી ગયા હતા. બંને મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. પોલીસે એક્સપ્રેસ વેની રેસ્ક્યુ ટીમ સાથે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

કારમાંથી મળેલા દસ્તાવેજોના આધારે મૃતકોની ઓળખ થઈ હતી. પોલીસે મૃતકના પરિજનોને જાણ કરતાં બંનેના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા હતા. પરિવાર શનિવારે સવારે મથુરા પહોંચ્યો હતો. મૃતકના પરિજનોએ જણાવ્યું કે વિશાલ અને અલકાની સગાઈ થઈ હતી. બંનેના લગ્ન 22 ફેબ્રુઆરી 2023માં થવાના હતા. બંને પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. મોડી રાત્રે અકસ્માતની માહિતી મળતાં પરિવારજનોમાં હોબાળો મચી ગયો હતો.

Shah Jina