ગયા મહિને જ લગ્ન કરનારી આ દિગ્ગજ અભિનેત્રીનું ફિગર જુઓ કેવું બદલાઈ ગયું, ફેન્સ બોલ્યા વાહ ભગવાન આવા સંસ્કાર બધી હિરોઇનોને આપે
બોલીવુડની સેલેબ્રિટીઓ હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. તેમની નાનામાં નાની હરકતને પણ ખબરપત્રીઓ પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર હોય છે. આ દરમિયાન બોલીવુડની ઘણી અદાકારાઓ કેમેરામાં કેદ થતી હોવા મળે છે.
4 જૂનના રોજ ફિલ્મ મેકર આદિત્ય ઘર સાથે લગ્નના બંધનમાં બંધાનારી અભિએન્ટ્રી યામી ગૌતમ પણ હાલમાં સ્પોટ થઇ છે. તે બુધવારના રોજ સીટી આઉટિંગ દરમિયાન શહેરમાં સ્પોટ કરવામાં આવી હતી. જેમાં તેનો એકદમ નવી નવેલી દુલ્હન વાળો અંદાજ ફ્લોન્ટ કરતી નજર આવી હતી.
યામી ગૌતમ મુંબઈના બાન્દ્રામાં આવેલા તોરી રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે લન્ચ કરવા માટે પહોંચી હતી. જેના માટે અભિનેત્રીએ ચમકદાર લાલ લહેંગો અને લીલા રંગની એથલિક આઉટફિટ પહેર્યું હતું. જેમાં તે ગજબની સુંદર દેખાઈ રહી હતી.
ઘરેથી બહાર નીકળેલી યામીએ પોતાના માટે લાલ અને લીલા રંગનો સલવાર સૂટ પસંદ કર્યો હતો, જે પ્રિન્ટ ઓન પ્રિન્ટ ફેશનમાં હોવા ઉપરાંત ઓર્ગેજા ફેબ્રિકમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આઉટફિટમાં રાઉન્ડ નેકલાઇન બનેલી હતી અને જેમાં ફૂલ સ્લીવ જોડવામાં આવી હતી.
આ આઉટફિટ સાથે યામીએ હાથની અંદર લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને કાનમાં કાશ્મીરી સ્ત્રીઓના સુહાગની નિશાની “દેજીહોર” પહેર્યા હતા. જે અભિનેત્રીની સુંદરતામાં ખુબ જ વધારો પણ કરી રહ્યા હતા.
આ ઉપરાંત યામી ગૌતમે આ લુકને કમ્પ્લીટ કરવાં અંતે મિનિમલ મેકઅપ સાથે વાળને પણ ખુલ્લા રાખ્યા હતા, અને માથા ઉપર લગાવેલી બિંદી પણ તેની સુંદરતામાં કેટલાય ઘણો વધારો કરી રહી હતી.
પોતાના આફ્ટર વેડિંગ લુકને ખુબ જ ફ્લોન્ટ કરતી જોવા મળેલી યામી ગૌતમનો આ લુક તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને ચાહકો તેની પ્રસંશા કરતા થાકતા નથી.