આ દુનિયામાં અજીબોગરીબ વસ્તુઓની કોઈ કમી નથી. આમાંથી કેટલીક ચીજો કુદરત દ્વારા બનાવવામાં આવી છે તો કેટલીક મનુષ્યો દ્વારા વિકસાવવામાં આવી છે. આજે અમે તમને માનવીઓ દ્વારા બનાવવામાં આવેલી એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. તમને વિશ્વાસ નહીં આવે કે આવુ પણ થઇ શકે છે.
આ પૂલ ડિસેમ્બર 2006 માં ખોલવામાં આવ્યો હતો : ખરેખર, આજે અમે તમને વિશ્વના સૌથી મોટા સ્વિમિંગ પૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તરીને પાર કરવો એ કોઈ મનુષ્યની તાકાત બારી વાત છે. તે એટલો મોટો છે કે તેને પાર કરવા માટે બોટની જરૂર પડશે.
વાસ્તવમાં, અમે ચિલીની રાજધાની સેન્ટિયાગોથી 55 માઇલ દૂર અલ્ગારોબોમાં બનેલા રિસોર્ટના સ્વિમિંગ પૂલ વિશે વાત કરી રહ્યા છીએ. જેનું નામ સૈન આલ્ફોન્સો ડેલ માર પૂલ છે. જેને વિશ્વનો સૌથી મોટો પૂલ કહેવામાં આવે છે. આ પૂલ ડિસેમ્બર 2006 માં ખોલવામાં આવ્યો હતો, જે ત્યારથી પ્રવાસીઓને આકર્ષે છે.
66 મિલિયન ગેલન સમુદ્રનું પાણી ભરી શકાય છે : સાન આલ્ફોન્સો પૂલ એક કિલોમીટર લાંબો છે. જે 7.7 હેક્ટર એટલે કે 19 એકરમાં બનાવવામાં આવ્યો છે. આ પૂલમાં 250 મિલિયન લિટર એટલે કે 66 મિલિયન ગેલન સમુદ્રનું પાણી ભરી શકાય છે.
આ પૂલને ચિલીની કંપની ક્રિસ્ટલ લગૂન દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પૂલમાં પાણી પહોંચાડવા માટે, પ્રશાંત મહાસાગરમાંથી પંપ લગાવવામાં આવ્યા છે, જેમાં માત્ર ફિલ્ટર અને ટ્રીટ કરેલા પાણીનો ઉપયોગ થાય છે.
આ પૂલના નિર્માણમાં લગભગ 3.5 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો : એક અંદાજ મુજબ, આ પૂલના નિર્માણમાં લગભગ 3.5 મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થયો છે. જે ભારતીય રૂપિયામાં લગભગ 23 કરોડ છે. પરંતુ પછીના અંદાજ મુજબ, આ પૂલ બનાવવા માટે 1.5 થી 2 બિલિયન યુએસ ડોલર (15 હજાર કરોડ) ખર્ચ થયો, જેમાં તેની વાર્ષિક જાળવણીનો પણ સમાવેશ થાય છે.