ભારતના વિદ્યાર્થીઓએ બનાવી દુનિયાની પહેલી 100 ટકા ઈકો-ફ્રેન્ડલી કાર

માંગ અને પુરવઠાના અસંતુલિત ચક્રને કારણે, ક્રૂડ ઓઇલનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ત્યાર જ આ આ મહિને દર અઠવાડિયે ક્રૂડ ઓઇલનો ભાવ વધીને બંધ રહ્યો. ખરેખર, ક્રૂડ ઓઇલ માર્કેટમાં, અમેરિકન કારણ ફરી એક વખત પ્રભુત્વ ધરાવે છે. આ દિવસોમાં અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક ત્રણ વર્ષના તળિયે આવી ગયો છે. આ દરમિયાન, ત્યાં પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. તેથી, હાજર બજારમાંથી ખરીદી ચાલુ રહે છે.

આ જ કારણ છે કે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ પણ 78 ડોલર પ્રતિ બેરલ પાર કરી ગયું. જુલાઈના છેલ્લા દિવસો બાદ આ સૌથી ઉંચું સ્તર છે. અહીં ભારતીય બજારમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. એક દિવસ પહેલા એટલે કે 18 દિવસની સ્થિરતા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. તે દિવસે પેટ્રોલમાં ભાવ વધારો નહોતો થયો.

શનિવારે દિલ્હી માર્કેટમાં ઇન્ડિયન ઓઇલ (IOC) પંપ પર પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લિટર રહ્યું હતું. વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને જોતા લોકો અન્ય વિકલ્પ શોધી રહ્યા છે. આ કડીમાં કેરળના વિદ્યાર્થીઓએ ઈકો ફ્રેન્ડલી કાર બનાવી છે. જેનાથી ઈંધણ પણ બનશે અને પ્રદુષણ પણ નહીં ફેલાય.

કેરળના તિરુવનંતપુરમના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ વિશ્વની પ્રથમ 100% ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક કાર બનાવી છે. આ કાર ઇલેક્ટ્રિક છે અને વાંસમાંથી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ શેલ ઇકો-મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા માટે આ કાર બનાવી હતી. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને નવી શોધો કરવા પ્રેરે છે. આ ઈકો ફ્રેન્ડલી કાર માટે બાર્ટન હિલના સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓને સર્ક્યુલર એકેડેમી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ કાર ઇકો ફ્રેન્ડલી મોડલનો એક પ્રોટોટાઇપ છે.

મોડેલને વધુ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે : રિસર્ચ ટીમનું કહેવું છે કે, કારની ચેસીસમાં સુધારો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કારને વધુ મોડ્યુલર બનાવી શકાય છે. હવે બે સીટની વાંસની કાર બનાવવામાં આવશે. આમાં, વાંસ ફ્રેબિક બોડી અને વાંસ ચેસીસનો ઉપયોગ કરવામાં આવશે. રિસર્ચ ટીમના સભ્ય અર્જુન કહે છે કે, “આ કાર ઓટોમોબાઈલ ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠ નથી, પરંતુ તે એક ઉદાહરણ છે કે ઈકો ફ્રેન્ડલી કાર પણ બનાવી શકાય છે.

આવું છે એન્જિન : આ ઇકો ફ્રેન્ડલી કાર 35 સીસીના આઇસી એન્જિનથી ચાલે છે, જે ઇંધણની બચત કરે છે. તેને બનાવનાર ટીમના સભ્ય કેવિન ફેલિસિયસ કહે છે કે આ ઇકો ફ્રેન્ડલી કારનો કોન્સેપ્ટ મોટી કાર કંપનીઓને પ્રેરણા આપશે.

YC