T20ના નવા બોસ બનેલ ઓસ્ટ્રેલિયાની ટીમ પર થયો પૈસાનો વરસાદ, મળ્યા કરોડો રૂપિયા તો પણ IPL હારનાર ટીમથી પાછળ રહી ગયા કાંગારુ

T20 વર્લ્ડ કપ-2021નો ખિતાબ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમ પર પૈસાનો વરસાદ થયો છે. તેમને 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું છે. બીજી તરફ રનર અપ ન્યુઝીલેન્ડની ટીમને 6 કરોડ રૂપિયાની રકમ મળી છે. સેમીફાઈનલમાં હારેલી બંને ટીમ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને 3-3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ICC સુપર 12 સ્ટેજ પછી, ટીમોને દરેક જીત માટે બોનસ એવોર્ડ મળ્યો છે. સુપર 12 સ્ટેજ પર યોજાનારી કુલ 30 મેચોમાં 40 હજાર ડોલર એટલે કે લગભગ 12 મિલિયન ડોલરનું ઈનામ આપવામાં આવ્યું હતું. સુપર 12 સ્ટેજ પર બહાર થનારી દરેક ટીમને 70 હજાર ડોલરની રકમ આપવામાં આવી હતી.

રાઉન્ડ વનમાંથી બહાર રહેલી ચાર ટીમોને 40-40 હજાર ડોલર મળ્યા છે. રાઉન્ડ 1 માં બાંગ્લાદેશ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યુ ગિનીની ટીમો હતી. ત્યાં, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ સીધી સુપર-12 તબક્કામાં પહોંચી ગઈ હતી. સુપર-12માં બહાર થનારી દરેક ટીમને 52 લાખ રૂપિયા મળ્યા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.ન્યૂઝીલેન્ડે કેપ્ટન કેન વિલિયમસનની ઈનિંગના આધારે ટોસ હાર્યા બાદ ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટી20 ફાઈનલના ઈતિહાસમાં તે સર્વોચ્ચ સ્કોર પણ હતો. પરંતુ જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત બોલ પહેલા જ આસાનીથી ટોટલનો પીછો કરી લીધો હતો. ખબ્બુ ઓપનર ડેવિડ વોર્નરે 38 બોલમાં 53 રન અને મિચેલ માર્શે 50 બોલમાં 77 રન બનાવ્યા હતા. કાંગારુઓએ આઠ વિકેટે મેદાન માર્યું હતું.

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની લોકપ્રિયતા વિશ્વભરમાં છે. આવી ઘણી લીગ હવે અલગ-અલગ દેશોમાં રમાય છે, પરંતુ આઈપીએલની સ્પર્ધામાં કોઈ જોવા મળતું નથી. આઈપીએલનું આ શાસન માત્ર મોટા સ્ટેજ અને મોટા ખેલાડીઓની હાજરીને કારણે નથી, પરંતુ આ લીગ પૈસાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ પણ છે. આ પ્લેટફોર્મ કેટલું મોટું છે, તેનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ વર્લ્ડ કપની જીતની રકમ પણ આઈપીએલની જીતની રકમ કરતા ઘણી ઓછી છે.

14 નવેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમને જીતની રકમ તરીકે 1.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 12 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. હવે જો તમે આ રકમની સરખામણી વર્લ્ડ કપ પહેલા દુબઈમાં યોજાયેલી IPL 2021ની જીતની રકમ સાથે કરો તો તે ઘણી ઓછી છે. આ વખતે આઈપીએલ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ્સને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે બંને વચ્ચે 8 કરોડ રૂપિયાનો તફાવત છે.

જો આઈપીએલ ફાઇનલમાં હારેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ઈનામી રકમ પર નજર કરીએ તો તે વર્લ્ડ કપની ઈનામી રકમ કરતા પણ વધુ છે. ફાઇનલમાં હાર બાદ કોલકત્તાને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યાં IPL પ્લેઓફમાં જગ્યા બનાવનારી 2 અન્ય ટીમોને 8.75 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રકમ વર્લ્ડ કપ હારી ગયેલા ન્યુઝીલેન્ડને મળેલી 6 કરોડ રૂપિયાની ઈનામી રકમ કરતા વધુ છે.

Shah Jina