શું તમે જિંદગીમાં જોયો છે દુનિયાનો સૌથી મોંઘો આઇસ્ક્રીમ ? કિંમત જાણીને પગ નીચેથી જમીન ખસી જશે અને પડી જશો
શું તમે કયારેય પણ સૌથી મોંઘી વસ્તુ ખાધી છે ? કેટલાની ખાધી છે ? પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે દુનિયાની સૌથી મોંઘી આઇસ્ક્રીમની કિંમત 1 તોલા સોનાથી પણ વધારે છે. અહીં અમે તમને આ જ આઇસ્ક્રીમ વિશે જણાવવા જઇ રહ્યા છે. જે દુનિયાનો સૌથી મોંઘો આઇસ્ક્રીમ છે.
ટ્રાવેલ બ્લોગર શહનાઝ ટ્રેજરીએ હાલમાં જ થોડા સમય પહેલા તેના યૂટયૂબ અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો તેના દુબઇ ટ્રાવેલનો છે. તેમાં તે દુબઇમાં મળનાર દુનિયાના સૌથી મોંઘા આઇસ્ક્રીમ વિશે જણાવી રહી છે. તેને જણાવ્યુ છે કે કેટલો મોંઘો છે આ આઇસ્ક્રીમ.
દુનિયાનો સૌથી મોંઘો આઇસ્ક્રીમ “બ્લેક ડાયમંડ” છે. તેનો એક સ્કૂપ 840 ડોલર એટલે કે લગભગ 60 હજાર રૂપિયાનો છે. આને દુબઇના સ્કૂપી કેફે બનાવે છે. આ સમયે 22 કેરેટના એક તોલા સોનાની કિંમત પણ 50 હજાર રૂપિયાથી ઓછી છે. એવું તો શું હોય છે કે આ આઇસ્ક્રીમ એક તોલા સોના કરતા પણ મોંઘો છે.
આ આઇસ્ક્રીમની ખાસિયત તેમાં પડનાર ઇંગ્રીડિએંટ્સ છે.આને ફ્રેશ વેનીલા બીન્સથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત આલા દર્જાનું કેસર અને બ્લેક ટ્રફલ પણ ભેળવવામાં આવે છે અને તેને આપણી આંખો સામે બનાવવામાં આવે છે. આટલું જ નહિ આ આઇસ્ક્રીમને સર્વ કરતા સમયે તેની ગાર્નિશિંગ 23 કેરેટ સોનાથી કરવામાં આવે છે. આ આઇસ્ક્રીમને સર્વ કરવાનો અંદાજ નિરાલો છે.
જેટલો મોંઘો આ આઇસ્ક્રીમ છે એટલા જ મોંઘા કપમાં તેને સર્વ કરવામાં આવે છે. આ આઇસ્ક્રીમને આ કેફે ગોલ્ડ કલરના સ્પેશલ Versace Bowl માં સર્વ કરે છે. દુંબઇમાં મળે છે આ સૌથી મોંઘો આઇસ્ક્રીમ.
View this post on Instagram