દુનિયાની પહેલી સોનાની બનેલી હોટલ, જાણો નામ, ભાડુ અને તે કયાં આવેલી છે

આ હોટલમાં એટલું સોનુ છે કે જો મળી જાય તો 10 વર્ષ સુધી કામ વગર આલીશાન જીવન ગુજારી શકો

અત્યાર સુધી આપણે દુનિયાની ઘણી મોટી મોટી અને મોંઘી હોટલો વિશે સાંભળ્યુ હશે. આ લિસ્ટમાં ઘણી બધી હોટલો તો એવી છે કે જયાં જઇને આપણને રાજા-મહારાજાઓ જેવું ફિલ થાય છે. પરંતુ શું તમે જાણો છે કે, દુનિયામાં એક એવી પણ હોટલ છે જે સોનાની બનેલી છે.

આવી હોટલ વિયતનામની રાજધાની હનોઇમાં છે. જેની બધી વસ્તુ 24 કેરેટ સોનાની બનેલી છે. આ હોટલના દરવાજાથી લઇને બારીઓ, ફર્નિચર, નળ, વોશરૂમ સહિત બધી વસ્તુઓ બનાવવામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.

એટલું જ નહિ આ હોટલમાં ખાવા માટે વાસણો પણ સોનાના છે. 2 જુલાઇએ શરૂ થયેલી આ ડોલ્સે હનોઇ ગોલ્ડન લેક હોટલમાં સોનાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

25 માળની આ ફાઇવ સ્ટાર હોટલમાં 400 રૂમ છે. આ હોટલની બહારની દીવાલો પર 54 હજાર વર્ગ ફીટમાં સોનાની પ્લેટેડ ટાઇલ્સ લાગેલી છે. ત્યાં હોટલના લોબીમાં ફર્નીચર અને બધા સામાન પર સોનાની કારીગરી કરવામાં આવી છે.

આ હોટલમાં સ્ટાફનો ડ્રેસ કોર્ડ પણ આ આધારિત રાખવામાં આવ્યો છે. તેમનો ડ્રેસ કોર્ડ રેડ અને ગોલ્ડન છે. ત્યાં જ વોશરૂમમાં બાથટબ, સિંક, શોવરથી લઇને બધી જ એસેસરીઝ સોનાની બનેલી છે.

હવે તમે એવું વિચારશો કે આખરે હોટલને પૂરી રીતે કેમ સોનાથી બનાવાવમાં આવી છે. હોટલના માલિકનું કહેવુ છે કે, સોનાનો ઉપયોગ માનસિક તણાવ ઓછો કરવામાં મદદગાર છે. ગોલ્ડથી બનેલી હોટલ શહેરની મોટી મોટી વસ્તુઓને પણ ફીકી કરી રહ્યુ છે.

આ હોટલની છત પર એક ઇન્ફિનિટિ પુલ પણ બનાવવામાં આવ્યો છે. આ પુલની બહારની દીવાલો પર લાગેલી ઇટો પર પણ સોનાની પરત ચઢાવવામાં આવી છે. ડોલ્સે હનોઇ ગોલ્ડન લેકનું નિર્માણ 2009માં શરૂ થયુ હતુ.

તમને જણાવી દઇએ કે, ડોલ્સે હનોઇ ગોલ્ડન લેકમાં રૂમ્સનું શરૂઆતી ભાડુ લગભગ 20 હજાર છે અને ત્યાં ડબલ બેડરૂમ સુઇટમાં એક રાત રોકાવવાનું ભાડુ 75 હજાર રૂપિયા છે. આ હોટલમાં કુલ 6 પ્રકારના રૂમ્સ અને 6 પ્રકારના સુઇટ છે. પ્રેસિડેંશિયલ સુઇટની કિંમત લગભગ 4.85 લાખ રૂપિયા પ્રતિ રાત છે.

Shah Jina