લગ્નના 7 વર્ષ સુધી ના થયુ એક પણ બાળક, પરંતુ જ્યારે થયુ તો આપ્યો એકસાથે 1-2 નહિ પરંતુ આટલા બાળકોને જન્મ

7 વર્ષ સુધી ન ગુંજી કિલકારી, એકસાથે 1-2-3 નહિ પરંતુ અધધધ બાળકોને જન્મ, તસવીરો જોઈને ચોંકી ઉઠશો

કહેવાય છે ને કે ‘ઉપરવાલા જબ ભી દેતા હૈ છપ્પર ફાડકે દેતા હૈ’. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. આજના સમયમાં ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે મહિલાઓને ગર્ભવતી થવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જે બાદ ડૉક્ટરની સૂચના અનુસાર આ સમસ્યાથી ઘણીવાર છુટકારો પણ મળતો હોય છે અને હવે સાયન્સ ઘણુ આગળ વધી ગયુ છે. નવી નવી ટેક્નોલોજી પણ આવી ગઇ છે. જેના કારણે કેટલીક એવી માતાઓ છે જે ગર્ભવતી નથી બની શકતી તે પણ તેમના બાળકને જન્મ આપી શકે છે.

રાજસ્થાનમાં હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મસાલપુરના પીપરાણી ગામની રહેવાસી રેશ્મા લગ્નના 7 વર્ષ બાદ પ્રથમ વખત માતા બની છે. રેશ્માએ કરૌલીની એક ખાનગી હોસ્પિટલમાં એક-બે નહિ પરંતુ એકસાથે 5 બાળકોને જન્મ આપ્યો છે. ખાનગી હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, રેશ્માએ બે છોકરા અને 3 છોકરીઓને જન્મ આપ્યો છે. ડિલિવરી બાદ માતાની તબિયત સારી છે.

બાળકો નબળા હોવાને કારણે તેમને કરૌલીની સરકારી હોસ્પિટલ માતૃ અને બાળ એકમ સ્થિત SNCU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. SNCU યુનિટના ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, તમામ બાળકોનું વજન 300 ગ્રામથી 660 ગ્રામ છે. સઘન સંભાળની જરૂરિયાતને કારણે તેમને જયપુર રિફર કરવામાં આવ્યા છે. રેશમાએ સાતમા મહિને બાળકોને જન્મ આપ્યો છે. રેશ્માને સોમવારે સવારે 8.30 વાગ્યે દાખલ કરવામાં આવી હતી.

જે બાદ રેશ્માએ 8.48 વાગ્યે બાળકોને જન્મ આપ્યો હતો. રેશ્માના જેઠ ગબ્બુએ જણાવ્યું કે તેનો નાનો ભાઈ અશ્ક અલી કેરળમાં માર્બલ ફિટિંગનું કામ કરે છે. અશ્ક અલીના લગ્ન લગભગ 7 વર્ષ પહેલા રેશ્મા સાથે થયા હતા. પરંતુ લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને સંતાન નહોતું. આ કારણે તેણે ઘણી જગ્યાએ સારવાર કરાવી. હવે ભગવાને તેની વાત સાંભળી છે અને તેની ઝોલીમાં એકસાથે જ 5 બાળકો આપી દીધા છે.

Shah Jina