3.85 કિલો સોનું એવી રીતે સંતાડીને લઇ જઈ રહી હતી કે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા, જુઓ વીડિયો

એરપોર્ટ પર મહિલાઓ કરોડોનું સોનુ એવી એવી જગ્યાએ છુપાવીને લાવી કે વીડિયો જોતા જ રહી જશો..કસ્ટમ અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા

એરપોર્ટ ઘણીવાર એવા એવા તસ્કરો ઝડપાતા હોય છે કે તેમની ચોરી માટેનો જુગાડ જોઈને અધિકરીઓ પણ હેરાન રહી જતા હોય છે. તસ્કરોનું મન ખૂબ જ ઝડપથી ચાલે છે. તેઓ વિચારતા હોય છે કે તે પોલીસની આંખમાં ધૂળ નાખી શકે છે. પરંતુ એ ભૂલી જાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે.

હાલમાં મુંબઈ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટે કેન્યાની 18 મહિલાઓને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાવી હતી. આ મહિલાઓ પાસે 3.85 કિલો સોનું હતું, જેની કિંમત લગભગ 1.55 કરોડ હોવાનું કહેવાય છે. અને મહિલાઓ જે રીતે  સોનાને સંતાડીને લાવી રહી હતી તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.

‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ મીડિયાની ખબર અનુસાર આ મહિલાઓ નૈરોબીથી શારજાહ થઈને ભારત પહોંચી હતી.  આ મહિલાઓ કોફીની બોટલો અને જૂતામાં છૂપાવેલી નાની સોનાની લગડીઓ લાવી હતી. કેટલીક મહિલાઓએ પોતાના અન્ડરગાર્મેન્ટ્સમાં પણ સોનું છુપાવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તમામ મહિલાઓ એક જ ફ્લાઈટમાં આવી હતી.

હાલમાં AIU (એર ઈન્ટેલિજન્સ યુનિટ)એ માત્ર એક મહિલાની ધરપકડ કરી છે. કારણ કે તેની પાસેથી નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું મળી આવ્યું હતું. જ્યારે અન્ય 17 મહિલાઓનું અઘોષિત સોનું જપ્ત કરીને છોડી મુકવામાં આવી હતી.

પ્રાથમિક તપાસ મુજબ આ મહિલાઓ કોઈ દાણચોરી ગેંગનો ભાગ નહોતી. આ ઉપરાંત તે મીડિયા રિપોર્ટ અનુસાર આમાંની મોટાભાગની મહિલાઓ ગરીબ હતી, જેઓ કેન્યાથી ઓછી કિંમતે સોનું લાવી અને તેને મુંબઈમાં વધુ કિંમતે વેચવા માંગતી હતી.

Niraj Patel