વડોદરામાં પોતાની સાથે લગ્ન કરનારી યુવતીના લગ્ન વડોદરાના કોઈપણ મંદિરમાં નહિ થાય, વિકૃત માનસિકતા ધરાવતી યુવતી છે.” ભાજપના નેતાએ જુઓ શું શું ચેતવણી આપી

આ લગ્ન સમાજ સંસ્કૃતિ વિરુદ્ધ છે, વડોદરામાં લગ્ન કોઈ મંદિરમાં નહીં થવા દવ, જુઓ કયા ભાજપના મહિલા નેતાએ આપી ચેતવણી

ગઈકાલથી સોશિયલ મીડિયા અને સમાચારમાં વડોદરાની એક યુવતી ખુબ જ ચર્ચામાં છે. આ યુવતીનું નામ છે ક્ષમા બિંદુ. જે પોતાની જાત સાથે જ લગ્ન કરવાને લઇને ચર્ચામાં આવી છે. આ યુવતી વડોદરાના સુભાનપુરામાં રહે છે અને તેને જાહેરાત કર્યા બાદ ઘણા લોકો આ યુવતીના આવા લગ્નનો વિરોધ પણ કરી રહ્યા છે.

ક્ષમાએ આ અનોખા લગ્ન વિશેની વાત કરતા કહ્યું હતું કે, “હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી પણ દુલ્હન બનવા માંગતી હતી. તેથી મેં મારી પોતાની સાથે જ લગ્ન કરવાનું નક્કી કર્યું. હું મારા દેશમાં સ્વ-લગ્નનું ઉદાહરણ બેસાડનારી પહેલી છોકરી છું.” આ ઉપરાંત તેને પોતાના લગ્નની તારીખ પણ જાહેર કરી.  ક્ષમા 11 જૂને લગ્ન કરશે. જેના બાદ તે હનીમૂન માટે ગોવા પણ જશે. (તમામ તસવીરો: સોશિયલ મીડિયા)

ક્ષમાએ જણાવ્યું હતું કે “તેના પરિવારને તેના નિર્ણય સામે કોઈ વાંધો નથી. તેના માતાપિતા ખુલ્લા મનના છે અને ક્ષમાને આશીર્વાદ આપે છે. ક્ષમા એક ખાનગી પેઢીમાં કામ કરે છે.” તેણે કહ્યું કે લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા છે, બિનશરતી પ્રેમમાં રહેવું. તે સ્વ-સ્વીકૃતિનું કાર્ય છે.” તેના પરિવારમાં પણ આ લગ્નની તૈયારીઓ ચાલુ પણ કરી દેવામાં આવી છે.

ત્યારે હવે આ મામલામાં વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ જણાવ્યું કે, “મને આ લગ્ન વિશે સવારે જાણ થતા મેં મંદિરના ટ્રસ્ટીને ફોન કર્યો અને લગ્ન તો બંધ જ રહ્યા છે. પરંતુ વડોદરા શહેરમાં કોઈપણ મંદિરમાં લગ્ન કરશે તો અમે તેનો સખ્ત વિરોધ કરીશું.”

તેમને આગળ જણાવ્યું કે, “હિન્દૂ શાસ્ત્રમાં અને વૈદિક શાસ્ત્રમાં જે કંઈપણ સામાજિક વ્યવસ્થા સાથે જે લગ્ન થતા હોય છે, આ તદ્દન તેના વિરુદ્ધમાં છે.” આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું કે આ વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે કે જેણે આ મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે તેને જે સ્થળ પસંદ કર્યું છે તે તદ્દન ખોટું છે.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે આ લગ્ન નહીં પણ સમાજના બાળકોનું મગજ વિકૃત કરવાનું કૃત્ય છે. જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ. વડોદરા નગરીની વિશ્વમાં સંસ્કારની નગરી તરીકે ઓળખ છે. તેથી આ કૃત્ય સંસ્કારી નગરીને લાંછન લગાડવાનો પ્રયાસ છે. હિન્દુ વિરોધી કૃત્ય છે.”

Niraj Patel