લાલ સાડી પહેરીને મંદિરમાં પૂજા કરવા માટે આવી મહિલા, ગેટ પાસે જ પુજારીએ અટકાવી અને કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

લાલ સાડી, ખુલ્લા વાળ પૂજા કરવા માટે આવી મહિલા, પુજારીએ ગેટ પાસે જ વાળ પકડી પકડીને એવો માર માર્યો કે વીડિયો થયો વાયરલ

લખનઉની અંદર કેબ ડ્રાઈવરને ઠહપ્પ્ડ મારવાની ઘટના હજુ શાંત નથી થઇ ત્યાં બીજી ઘણી આવી ઘટનાઓ સામે આવવા લાગી છે. આવી ઘટનાઓના વીડિયો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે, જેમાં એક પૂજારી મંદિરમાં દર્શન કરવા માટે આવેલી મહિલાના વાળ પકડી અને તેને માર માર્ટા જોઈ શકાય છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો બિહારના દરભંગાનો છે. જ્યાં મંદિરમાં પૂજા કરવા માટે આવેલી મહિલાના વાળ પકડીને તેને મારવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ મંદિર કમિટીએ પૂજારી વિરુદ્ધ એક્શન પણ લીધું છે. મંદિર કમિટી દ્વારા આ પ્રકરણની તપાસ કરવામા આવવાની પણ વાત કરવામાં આવી છે. ત્યાં સુધી પુજારીને મંદિરના કામકાજમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

દરભંગાના રાજ પરિસરમાં આવેલા પ્રસિદ્ધ મા શ્યામા માઈ મંદિરના દરવાજા ઉપર મંદિરના પુજારીએ એક મહિલાના વાળ પકડી અને માર માર્યો, પૂજારી દ્વારા કરવામાં આવેલી આ હરકતનો વીડિયો કોઈએ બનાવી લીધો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પૂજારી પ્રત્યે લોકો ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.

જો કે હજુ આ મામલામાં મહિલા દ્વારા કોઈ ફરિયાદ કરવામાં નથી આવી, ના હજુ સુધી આ મહિલાની કોઈ ઓળખ થઇ શકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે દિવસ પહેલાની છે. આ મહિલા મંદિરની અંદર માતાજીની પૂજા કરવા માટે જીદ કરી રહી હતી. પરંતુ કોરોના ગાઇડલાઇનના કારણે મંદિર સામાન્ય માણસો માટે બંધ છે. મહિલા મંદિરના દરવાજા ખોલવાને લઈએં જીદ કરી રહી હતી જેને લઈને વિવાદ થઇ ગયો.

Niraj Patel